તાપી જિલ્લાના ફળ શાકભાજી ફૂલ પાકો તથા નાશવંત કૃષિ પેદાશોનુ રોડ સાઇડ વેચાણ કરતા, હાટ, બજારમાં વેચાણ કરતા લારી વાળા ફેરિયાઓને વિના મુલ્ય છત્રી અપાશે
(માહિતી વિભાગ દ્વારા, તાપી) : ફળ શાકભાજીમાં થતો બગાડ અટકાવવા માટે નાના વેચાણકારોને વિનામૂલ્ય છત્રી / સેડ કવર પુરા પાડવા અમલી બનાવેલ યોજના અંતર્ગત નાના વેપારીઓને છત્રી / સેડ કવરે આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે , રોડની સાઈડમાં ઊભા રહી ફળ- શાકભાજી કે ફુલપાકોનું વેચાણ કરતા લારીધારક ફેરિયાઓને બાગાયત ખાતા દ્વારા વિના મુલ્ય છત્રીનું વિતરણ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત કુટુંબદીઠ પુખ્તવયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે આ ઘટકમાં લાભ લેવા માગતા લાભાર્થીઓએ સરકારશ્રીના -i Khedut Portal ના માધ્યમ મારફત તા .૧૨ / ૦૭ / ૨૦૨૦ થી ૧૫/૦૮/૨૦૨૦ સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે . ઓનલાઇન અરજી કરી ત્યારબાદ તેની પ્રિન્ટ કાઢી નિયત જગ્યાએ ખેડુતે સહી / અંગુઠો કરી, તમારા સેજાના ગામના ખેતીના ગ્રામસેવકનો જરૂરી દાખલો તેમજ અરજીમાં જણાવ્યા મુજબના જરૂરી સાધનિક કાગળો તેની પાછળ બિડાણ કરી અરજીમાં જણાવ્યા મુજબના નિયત સમયમા કચેરીના કામકાજના દિવસે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી , પ્રથમ માળ , ખેડુત તાલીમ કેન્દ્ર , જાપાનીઝ ફાર્મની સામે , ઉનાઇરોડ , વ્યારા , જી – તાપી ખાતે જમા કરવા નાયબ બાગાયત નિયામક વ્યારા – તાપી દ્વારા જણાવવામાં આવેલ છે.
ફુટ લારી કાનપુર વ્યારા તા પી જીલ્લા કન પુ રા વ્યારા
હાઇવે રોડ દરઘા પાસે રમીબા હોન્ડા ની સામે વ્યારા
394650