તાપી જિલ્લામાં મફત અનાજ વિતરણ માટે BPL અને NFSA તથા અન્નબ્રહ્મ યોજનાનાં લાભાર્થીઓની વિગતો ટોલ ફ્રી નં. 1077 ઉપર નોંધવવા તાપી કલેકટરની જાહેર જનતાને અપીલ

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(માહિતી વિભાગ દ્વારા, તાપી) : કોરોના સંક્રમણ કાળમાં લોકોને પેટ ભરવા માટે અનાજ મળી રહે તે માટે વહીવટી તંત્રે કમર કસી છે . રસરકારશ્રીના BPL અને NFSA અંર્તગતના લાભાર્થીઓને મફત અનાજ વિતરણની કામગીરી સુપેરે બજાવી વધુને વધુ લાભાર્થીઓને તેમના હકનું અનાજ મળી રહે તે માટે વહીવટી તંત્ર કાર્યશીલ છે . આથી તાપી જીલ્લાની જનતાને પુરવઠા બાબતે કોઈ પ્રશ્ન હોય તો 1077 હેલ્પલાઈન પર ફોન કરી વિગતો મેળવી શકે છે .
જે કાચું મકાન હોય , માસિક આવક રૂ. 10,000 / – થી ઓછી હોય, પાંચ એકરથી ઓછી જમીન હોય, ૩-૪ પૈડાનું વાહન ન ધરાવતા હોય વગેરે પાત્રતા ધરાવનાર NFSA યોજના અંતર્ગત લાભ મેળવવા પાત્ર છે . આ અંગે તલાટીશ્રીનો દાખલો મેળવી તાલુકા મામલતદારશ્રીને અરજી કરવાની રહે છે. NFSA પાત્રતા ધરાવનારને વ્યકિતદીઠ 3.500 કિગ્રા ઘઉં અને 1.500 કિંગ્રા ચોખા મળવાપાત્ર છે તથા , જે લોકો રેશનકાર્ડ ધરાવતા નથી તથા નિરાધાર છે તેવા લોકો માટે અન્નબ્રહ્મ યોજના અમલમાં છે. સદર યોજના અંતર્ગત આવા લાભાર્થીઓને લાભ આપવા વહીવટી તંત્ર સક્રીય હોય આથી પાત્રતા ધરાવતા પરિવારોને શોધી વહીવટી તંત્ર દ્વારા તેઓને લાભ આપી શકાય તે હેતુથી કલેકટરશ્રી તાપી દ્વારા આવા પરિવારોની વિગતો ટોલ ફ્રી નં. 1077 ઉપર નોંધવવા જોહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *