વ્યારાનાં નગરજનો વિનામૂલ્યે “આયુર્વેદિક ઊકાળો” મેળવવા માટે સંપર્ક કરો

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રોટરી ક્લબ – રોટરેકટ ક્લબ – ઈનરવ્હીલ ક્લબ વ્યારા તેમજ તાપી જિલ્લા આયુર્વેદિક વિભાગના સંયુક્ત ઉપક્રમે “આયુર્વેદિક ઊકાળો” વિના મુલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ.

વ્યારા નગરમાં દરરોજ કોરોના વાઈરસનો વ્યાપ વધતો જાય છે. આ વાઈરસનાં સામે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે “આયુર્વેદિક ઊકાળો” વિના મુલ્યે વ્યારાના નગરજનોને વિતરણ કરવાનું આયોજન રોટરી ક્લબ તથા તેની સહયોગી સંસ્થા રોટરેકટ ક્લબ અને ઈનર વ્હીલ ક્લબ તેમજ તાપી જિલ્લા આયુર્વેદિક વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે.

એક વાત સહુના ધ્યાને લાવવાની કે આપણે ત્યારે જ સુરક્ષીત બની શકીશું જયારે આપણી આસપાસનાં તમામ લોકો પણ સુરક્ષિત હોય.

● આ કાર્યક્રમની શરૂઆત શુક્રવાર – તા. 17-7-2020 થી 5 દિવસ સુધી રોજ સવારે 8.00 કલાક થી કરવામાં આવશે.
● આ ઉકળો મેળવવા માટે આપના વિસ્તાર-ફળીયુ / કોલોની / સોસાયટી / એપાર્ટમેન્ટના નામ અને કેટલા વ્યક્તિ – સંખ્યાની નોંધ કરાવવી જરૂરી છે. જેથી ઉકાળો જરૂરિયાત મુજબનો બનાવી શકાય.
● વહેલા તે પહેલાના ધોરણે વહેંચણી કરવામાં આવશે.
● સૌએ ઉકાળો લઈ જવા માટે કીટલી – વાસણ લાવવાનું રહેશે.
● આ ઊકાળો 5 દિવસ નિયમિત સવારે ભુખ્યા પેટે લેવાનો છે.
● આ અંતર્ગત જે તે કોલોની, એપાર્ટમેન્ટ, ફળિયાના રહેવાસી – કોઈ એક નિયત ઘરેથી સવારે 8 થી 9 માં સહુ લઈને પીએ તેવું આયોજન કરી શકાય.
● ઉકાળો મેળવવાનું સ્થળ :
રાયકવાડ સ્ટ્રીટ – રો. કમલભાઈ ભાવસારના નિવાસસ્થાનેથી ઉકાળો આપવામાં આવશે.

● દરેક કોલોની, એપાર્ટમેન્ટ, ફળિયામાં રહેતાં દરેક નગરજનોને આ આરોગ્યપ્રદ ઊકાળો મળી રહે એ માટે આપ સર્વે કોલોની, એપાર્ટમેન્ટનાં પ્રમુખ/મંત્રી ફળીયાના અગ્રણી સુધી આ સંદેશો પહોંચાડો અને તેમને કેટલા વ્યક્તિ માટે ઉકાળાની જરૂરિયાત છે તેની વિગતો – સંખ્યા મેળવી નીચેના કોન્ટેક્ટ નંબરનો સંપર્ક કરવો :

સંપર્ક 

રોટરી ક્લબ – 9904744967, 9825213645
રોટરેક્ટ ક્લબ – 9925890431, 7728878285
ઈનરવ્હીલ ક્લબ – 8849901154

 

તમારા ફળિયામાં/ કોલોની માં/ એપાર્ટમેન્ટ માં કોઈ વ્યક્તિ જવાબદારી લે તો આ કાર્ય સરળ બની જશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *