તાપી જીલ્લાનાં માછલી વિક્રેતાઓ અને માછીમારોને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનો લાભ લેવા અનુરોધ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાજ્ય સરકારે માછલી વિક્રેતાઓના લાભ માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનો લાભ લેવાની ઘોષણા કરી છે. યોજના અંતર્ગત માછલી વિક્રેતાઓ અને માછીમારોને ઇન્સ્યુલેટેડ બોક્સ સાથે મોટર સાયકલ આપવામાં આવે છે. આ યુનિટની કોસ્ટ 75,૦૦૦ / – રુ. છે અને સામાન્ય કેટેગરી માટે સબસિડી 40% અને એસસી, એસટી અને મહિલાઓ માટે સબસિડી 60% છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનો લાભ મેળવવા માટે માછલી વિક્રેતાઓ અને માછીમારોએ જિલ્લા મત્સ્યઉદ્યોગ અધિકારીને અરજી કરવાની રહેશે. તાપી જિલ્લા માટે મત્સ્યોદ્યોગના મદદનીશ નિયામક, કચેરીનો ઉકાઇ ખાતે સંપર્ક કરવાનો રહેશે. આ યોજના હેઠળ તાપી જિલ્લા મત્સ્યઉદ્યોગ કચેરી દ્વારા મહત્તમ લોકો લાભ મેળવે એ માટે તૈયારી કરવામાં આવી છે. તાપી જિલ્લો ટ્રાયબલ વિસ્તાર છે, મોટાભાગના માછીમારો sc/st છે તેથી યોજના અંતર્ગત અરજીઓ ફાયનલ થઈ જશે અરજદાર માછીમારોને 60% સબસિડી 45000 / – નો લાભ આપવામા આવશે. એવું શ્રીરાજેન્દ્રકુમાર શિંગાળા મદદનીશ નિયામક મત્સ્યઉદ્યોગશ્રીની એક યાદીમાં જણાવાયું છે.