માંગરોળ તાલુકાનાં ૨૪ અને ઓલપાડ તાલુકાનાં ૧૮ પ્રાથમિક શિક્ષકોને ચેક પોસ્ટ પર ડ્યૂટી બજાવવા ડી.ડી.ઓ.નું ફરમાન: શિક્ષકોમાં ઉકળતો ચરૂં
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં માંગરોળ અને ઓલપાડ તાલુકાઓમાંથી માંગરોળના ૨૪ અને ઓલપાડનાં ૧૮ પ્રાથમિક શિક્ષકોને હાઈવેની ચેક પોસ્ટ પર ડ્યૂટી બજાવવા સુરતનાં જિલ્લા વિકાસ અધિકારી એ ફરમાન કરતાં , આ પ્રશ્ને શિક્ષકોમાં ઉકળતો ચરૂં જોવા મળી રહ્યો છે,અને આ પ્રશ્ને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ નાં પ્રમુખ કિરીટભાઈ પટેલે આ અંગે માહીતી આપતાં જણાવ્યું કે અમારો આ નિણર્ય સામે સખ્ત વિરોધ છે,માંગરોળ અને ઓલપાડ તાલુકામાંથી પસાર થતાં હાઇવે ઉપર ઉભી કરાયેલ ચેક પોસ્ટ કોવિડ-૧૯ મહામારી અંતર્ગત કામગીરી કરવા ડી.ડી.ઓ.એ ત્રણ પારીમાં શિક્ષકોએ ફરજ બજાવવાની રહેશે,જેમાં સવારે ૮ થી ૨,બોપોરે ૨ થી રાત્રે ૮ અને રાત્રે ૮ થી બીજે દિવસે સવારે ૮ સુધી ફરજ બજાવવાની રહેશે, માંગરોળ તાલુકાની ચેક પોસ્ટ પર ૪ અને ઓલપાડ તાલુકાની ચેક પોસ્ટ પર ૩ શિક્ષકોનો ઉપરોક્ત સમયનાં રોટેશન મુજબ હાજર રહેવા પણ આદેશ કરવામાં આવ્યો છે ,જિલ્લા સંઘના પ્રમુખે આ પ્રકારનાં વિવાદી નિર્ણય પરત ખેંચવા તાકીદ કરી છે.