રૂપિયા ૨૩૯.૭૦ લાખના ખર્ચે તૈયાર થયેલ ડોલવણ તાલુકા પંચાયતના નવિન મકાનનું ઇ-લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

Contact News Publisher

કોરોના મહામારી વચ્ચે પણ વિકાસના સિમા ચિન્હો લોકોને અર્પણ કરી રહ્યા તે ગૌરવની બાબત : કોરોનાને હરાવી ગુજરાતને જીતાડીશુ : – મુખ્યમંત્રીશ્રી

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) :  વ્યારા; મંગળવારઃ- તાપી જિલ્લાના ડોલવણ ખાતે રૂપિયા ૨૩૯.૭૦ લાખના ખર્ચે તૈયાર થયેલ ડોલવણ તાલુકા પંચાયતના મકાનનનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ્દ હસ્તે આજરોજ ઈ-તક્તિથી ઓનલાઈન લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું, કે સરકાર દ્વારા અમલી તમામ યોજનાઓ છેવાડાના માનવી સુધી ઝડપથી પહોંચાડવા સરકાર સતત પ્રયત્નશીલ છે. ગામડાઓને સમૃધ્ધ બનાવવા શહેરોની સમકક્ષ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. સરકારના તમામ વિભાગોને આધુનિક બનાવી લોકોની અપેક્ષાઓ પુરી કરવા સરકાર પ્રતિભધ્ધ છે. આ નવીન ભવનમાં લોકોને સ્થાનિક કક્ષાએ તમામ સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે પૂર્વ મુખ્યમંત્રી સ્વ.અમરસિંહ ચૌધરીને યાદ કરીને પોતે ધન્યતા અનુભવુ છુ તેમ પણ જણાવ્યું હતુ.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના સંક્રમણ સામે સમગ્ર વિશ્વ સંઘર્ષ કરી રહ્યું છે ગુજરાત સારી કામગીરી કરી રહ્યું છે અને લોકોના સહકારથી આ મહામારીને આપણે કન્ટ્રોલમાં રાખી રહ્યા છીએ તેમ જણાવી ઉમેર્યુ કે, ગુજરાત હંમેશા આપત્તિને અવસરમાં પલટાવવા સક્ષમ છે. કોરોના મહામારી વચ્ચે પણ આપણી સામાન્ય પ્રવૃતિઓ ચાલુ રાખી વિકાસના સિમા ચિન્હો લોકોને અર્પણ કરી રહ્યા તે આપણા માટે ગૌરવની બાબત છે. ગામડા સમૃધ્ધ તો ખેડુત સમૃધ્ધ ખેડુત સમૃધ તો શહેર અને ગુજરાત સમૃધ્ધ બનશે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ સરકારે જાહેર કરેલ શિક્ષણ, આરોગ્ય અને સિંચાઈ માટેના રૂપિયા ૧૪ હજાર કરોડના ” આત્મનિર્ભર” પેકેજની જાણકારી પણ આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ” કોરોનાને હરાવીશુ, ગુજરાતને જીતાડીશુ,” તેમ જણાવી ગુજરાતને કોરોનાની મહામારીમાંથી ઝડપથી બહાર લાવવાનો દઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગાંધીનગર ખાતેથી કૃષિ અને પંચાયત રાજ્યમંત્રી શ્રી જયન્દ્રથસિંહ પરમારે જણાવ્યું કે, સરકારે નાનામા નાનું ગામ અને છેવાડાના માનવીની ચિંતા કરી છે. જેના ભાગરૂપે ૨૫ વર્ષથી જુના હોય તેવા તમામ ગ્રામ/તાલુકા/જિલ્લા પંચાયતના નવીન મકાનો બાંધવામાં આવી રહ્યા છે જેની પ્રતિતી આજે આ ડોલવણ તાલુકા પંચાયત ભવનના નિર્માણથી થઈ રહી છે.
આ પ્રસંગે ડોલવણ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ગજરાબેન ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી નેહાસિંઘ, તાલુકા પંચાયત પ્રમુખ લતાબેન ચૌધરી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી માવાણી, જિલ્લા પક્ષ પ્રમુખ અને દક્ષિણ ગુજ.યુનિ.ના સેનેટ મેમ્બરશ્રી જયરામભાઈ ગામીત, જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી.ગામીત, જિ.પં.વિરોધપક્ષના નેતા મોહનભાઈ કોંકણી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.
…….

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *