મોઝદા ત્રણ રસ્તા પાસેથી લાલ કલરની ગાડીમાંથી 16 હજારનાં ઇંગ્લિશ દારૂ સાથે બે ઈસમોને પકડી પાડતી દેડીયાપાડા પોલીસ
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : નર્મદા જિલ્લામાં દારૂના દુષણ ને ડામવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓની સુચના તથા ના.પો. અધિ. શ્રી. રાજપીપળા ના ઓની સીધા માર્ગ દર્શન આધારે પો. સ.ઇ. શ્રી. એ. આર. ડામોર દેડીયાપાડા પો. સ્ટેશન તથા સ્ટાફના માણસો પો. સ્ટેશન હાજર હતા તે દરમિયાન હે. કો. રમેશભાઈ મંગળ ભાઈનાઓને બાતમીદારથી બાતમી મળેલ કે માલ સામોટ ગામ તરફથી એક લાલ કલરની ફોર વ્હીલર ગાડી નંબર GJ.5 AR.4159 માં ઇંગ્લિશ દારૂ ભરીને દેડીયાપાડા તરફ આવે છે. જે માહિતી આધારે મોઝદા ત્રણ રસ્તા ખાતે નાકાબંધીમાં હાજર હતા તે દરિયાન ઉપરોક્ત નંબર વાળી લાલ કલરની ફોર વ્હીલર ગાડી આવતા તેમાં ચેક કરતા રોયલ સીલેકટ વ્હીસ્કી નાં ૧૮૦ મી.લી.નાં પ્લા.નાં ક્વાટરીયા નંગ.૧૪૪ કિ. રૂ.૧૨૨૪૦ તથા કીંગ ફીશરનાં ૫૦૦ મી. લી.નાં બીયર ટીન નંગ.૩૬ મળી કુલ કિ. રૂ.૧૫૮૪૦ સાથે આરોપી (૧) હેમંત ભાઈ ઈશ્વરભાઈ વસાવા તથા (૨) સંજય ભાઈ રમણ ભાઈ વસાવા બંને રહે સામરપાડા (થપાવી) તા. દેડીયાપાડા જી.નર્મદા નાઓને પકડી લીધેલ અને આરોપીઓની અંગ ઝડતી કરતા તેની પાસેથી સાદા મોબાઈલ.૨ કિ. રૂ.૧૦૦૦/- તથા રોકડ રૂપિયા ૧૦૦૦/- મળી આવેલ જે પ્રોહી. મુદ્દામાલ કિ. રૂ.૧૫૮૪૦/- મોબાઈલ નંગ.૨ કિ.રૂ.૧૦૦૦/- તથા રોકડ રૂપિયા ૧૦૦૦/- તથા ફોર વ્હીલર ગાડીની કિ. રૂ.૫૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૬૭,૮૪૦/-નો મુદ્દામાલ ગણી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે.