સુરત જિલ્લાના મુજલાવ નજીક આવેલી કાવ્યા નદી પર બનાવેલ લો લેવલ બ્રીજ પર વરસાદનાં પાણી ફરી વળ્યા
Contact News Publisher
(નાઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના મુજલાવ ગામ નજીકથી પસાર થતી કાવ્યા નદિ પર બનાવેલ લો લેવલ બ્રીજ ઉપરવાસમાં વધુ વરસાદ પડતાં પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે,જેને પગલે માંગરોળ, વાલિયા તાલુકાનાં લોકોએ બારડોલી, બોધાન જવા માટે પંદર કિલો મીટરનો ફેરાવો ફરીને માંડવી થી બારડોલી જવું પડશે, અગાઉ પણ આજ લો લેવલ બ્રીજ પરથી એક બાઇક સવાર પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગયો હતો. પ્રજાજનો વર્ષોથી માગ કરી રહયા છે કે આ ખાડિ ઉપર હાઈ લેવલ બ્રીજ બનાવવામાં આવે છતાં હજુ સુધી આ પ્રશ્ને કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.