માંગરોળ પોલીસે માસ્ક ન પહેરનારઓ ઉપર દંડાત્મક કાર્યવાહિ કરી
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ સહીત તાલુકાનાં કોસંબા અને તરસાડી વિસ્તારોને કોરોનાનાં હોટ સ્પોટ જાહેર થયા છે, ત્યારે પ્રજાજનો અને વેપારીઓએ ફરજીયાત માસ્ક પહેરવાના હોય છે, છતાં પ્રજાજનો અને વેપારીઓ આ પ્રત્યે બેદરકારી દર્શાવી રહ્યા છે, ત્યારે આ અંગેનો અમલ કરાવવાની જવાબદારી પોલીસ ની છે, ત્યારે આજે તારીખ ૧૨ મી જુલાઈના રોજ સાંજે માંગરોળ પોલીસ મથકનાં તૃષિતભાઈ નાં નેતૃત્વમાં પોલીસ ટીમે માંગરોળ બઝારમાં તથા આસપાસના વિસ્તારોમાં રેડ કરી માસ્ક ન પહેરનારઓને દંડ ફટકારી રસીદો પકડાવી દેવામાં આવી છે, જ્યારે કેટલાંક લોકો પાસે માસ્ક ન હોવાથી રૂમાલ નો ઉપયોગ કરી, માસ્કની જગ્યાએ રૂમાલનો ઉપયોગ કર્યો હતો અને પોલીસના દંડમાંથી બચ્યા હતા.