તાપી જિલ્લા વ્યારાનાં માલીવાડનાં કોરોના દર્દીનું મૃત્યુ

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાનાં  વ્યારાની કોવિદ-૧૯ ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દર્દી, ઉંમર-૪૬ વર્ષ; પુરુષ રહેવાસી – માલીવાડ, વ્યારા, જીલ્લા – તાપી, તા-૧૦-૦૭-૨૦૨૦ ના રોજ દાખલ કરેલ. જેમને ન્યુમોનિયાના ચિહ્નો જણાયેલ હતા. જે તપાસ કરાવતા બેક્ટેરીયલ ન્યુમોનિયા માલુમ પડેલ. સાથે સાથે દર્દી ને હાઈ બ્લડ પ્રેસર, સેપ્ટીસેમિયા, બંને કીડની ફેઇલર અને લોહીના ટકા ખુબજ ઓછા હતા. અને સાથે કોવિદ-૧૯ નો રીપોર્ટ પણ પોસીટીવ હતો. જે આજ રોજ તા-૧૨-૦૭-૨૦૨૦ ના રોજ અવસાન પામેલ છે. અવસાન નું મુખ્ય કારણ બેક્ટેરીયલ ન્યુમોનિયા ની સાથે સિવિયર સેપ્ટીસેમિયા અને ખુબજ ઓછા લોહીના ટકા (HB -૪ ગ્રામ) હોઈ શકે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *