વઘઇમાં મોબાઇલની દુકાનમાં થયેલ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : પ્રાપ્ત માહિતી મુજબ વઘઇ રેલ્વે સ્ટેશન રોડ ઉપર મન્સુરી મોબાઈલ શોપ નામની દુકાનના માલિક શાબિર મન્સુરીની દુકાનમાં અજાણ્યા ચોરટા ઈસમોએ દુકાનના શટરના બંને સાઈડના નકુચાઓ કોઈ સાધન વડે તોડી શટર ઊંચું કરી દુકાનની અંદર પ્રવેશ કર્યો હતો. અને દુકાનના શોકેસમાં મુકેલા આઈટેલ કંપનીના નવા મોબાઈલ નંગ.૧૩ તેમજ એસેસરીઝ તથા પરચુરણ રૂપિયા કિમંત ૧૫૦૦ મળી કુલે કિમંત રૂપિયા ૧૧,૩૬૭ ની ચોરી થઈ હતી જે ઘટના ને લઈને વઘઇ પોલીસે ગંભીરતાને ધ્યાને લઈ ચોરીનો ભેદ ઉકેલવા ચોક્કસ દિશામાં તપાસ હાથ ધરી હતી અને અલગ અલગ ટીમો બનાવી મોબાઈલ તેમજ એસેસરીઝની ચોરી કરતી ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા જે દરમિયાન બે આરોપીઓ ચોરી ગયેલ મોબાઇલ ના આઈએમઈઆઈ નંબર ઉપરથી સી.ડી.આર તથા એસ.ડી.આર વગેરેની ટેકનિકલ મદદથી કુલ ૧૦ નંગ મોબાઇલ કબ્જે કરી કોશીમપાતળ ગામના બે આરોપીઓ કમલેશ પવાર, સાગર ખડનીયા ની પુછપરછ કરી ધરપકડ કરવામાં આવી છે. બાકી પ્રવિણ ઉર્ફે (પર્યો) રહે અનાપર ગામ (થાનેરા – બનાસકાંઠા) જે પકડાયેલ આરોપી નો સહ આરોપી છે આ આરોપી ચોરીના ગુન્હામાં લીધેલ જીજે ૦૮/એસી/૭૦૨૦ મોટરસાયકલ તથા ત્રણ મોબાઇલ લઈ ભાગી ગયેલ છે આ આરોપી ની શોધખોળ હાથ ધરી ધરપકડ કરવાના વઘઇ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે કુલ મુદ્દામાલ ૭૩૦૦/- મળેલ છે ૨૫૬૭ /- નો મુદ્દામાલ બાકી છે આ ચોરીનો ભેદ ઉકેલવામાં વઘઇ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.ડી.વસાવા, હેડ કોન્સ્ટેબલ સોમનાથભાઈ ગણપતભાઇ એ.એ.સાઈ ગણપતભાઇ લાહનુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રમણીકભાઈ હમીરભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ જગદીશસિંહ, પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ નારસિંગ ભાઈ ને મોટી સફળતા મળી હતી