તાપી જીલ્લા એલ.સી.બી.એ સરૈયા ચોકડી પાસેથી સ્કોર્પિયો ગાડીમાં લઈ જવાતો ઇંગ્લિશ દારુનાં જથ્થા સાથે બે આરોપીઓ ઝબ્બે કર્યા : દારુ મોકલનાર અને મંગાવનાર બંને વોન્ટેડ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી એન.એન.ચૌધરી પોલીસ અધિક્ષક જી.તાપી નાઓએ હાલમાં નોવેલ કોરોના વાયરસ coVIND – 19 સંક્રમણ ન ફેલાય તે સારૂ કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્રારા લોકડાઉન જાહેર કરવામાં આવેલ હોય જે અન્વયે તાપી જીલ્લામાં પ્રોહી લિસ્ટેડ બુટલેગર તેમજ પ્રોહીની પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય તેઓને ત્યાં પ્રોહી રેઈડ કરવા બાતમી હકિકત મેળવી કેસો કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, શ્રી ડી.એસ.લાડ એલ.સી.બી. તાપીનાઓની સુચનાથી અ.હેડ.કોન્સ લેબજીભાઈ પરબતજીભાઈ બ.નં .૬૮૦ , અ.હેડ.કોન્સ જગદીશભાઈ જોરારામભાઈ બ.નં .૩૮૮ , અ.પો.કો વિનોદભાઈ પ્રતાપભાઈ બ.નં .૩૯૧ નાઓ ખાનગી વાહનમાં વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી ગુના અંગે રેઈડમાં નિકળેલ હતા તે દરમ્યાન અ.હેડ.કોન્સ જગદીશ જોરારામ તથા અ.હેડ.કોન્સ લેબજીભાઈ પરબતજીભાઈ નાંઓને ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, એક સ્કોર્પિયો ગાડી નંબર MH – 15 BN – 8681 માં ભારતીય બનાવટનો દારૂ ભરી ધુલીયા થી ગૌમુખ, બંધારપાડા થી સરૈયા, થઈ સુરત તરફ જનાર છે તેવી બાતમી મળતા મૌજે સરૈયા ચોકડી પાસે વોચમાં હતા દરમ્યાન બાતમી હકિકતવાળી સ્કોર્પિયો ગાડી આવતા તેને ઉભી રખાવી વાહનમાં બેસેલ ઈસમોને સોશયલ ડીસ્ટન્સ હેઠળ ઉભા રખાવી તેઓને ક્વોર્ડન કરી વાહનના ચાલકનું નામ ઠામ પુછતા (1) અજયસિંગ મહેન્દ્રસિંગ સાળુંકે રહે.ચાલીસગાઁવ પાટીલ પાડા તા.ચાલીસગાઁવ જી.જલગાંવ ( મહારાષ્ટ્ર ) તથા ( ૨ ) પવનભાઈ સીતારામ માળી રહે . ગલી નં. ૦૬ પુરા પાલા બજાર માધવપુરા ધુલીયા તા.જી.ધુલીયા ( મહારાષ્ટ્ર ) ના હોવાનું જણાવેલ તથા તેમના કબ્જાની સ્કોર્પિયો ગાડી નં . MH – 15 BN – 8681 ની અંદર તપાસ કરતા ઈંગ્લીશ દારૂના બોક્ષ નંગ- ૨૨ કુલ્લે બોટલો નંગ- ૯૮૪ જેની કિં.રૂ. ૪૦,૬૮૦ / – નો પ્રોહિ મુદામાલ તથા સ્કોર્પિયો ગાડી MH – 15 – BN – 8681 ની કિં.રૂ. ૫,૦૦,૦૦૦ / – તથા આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ નંગ -૦૩ કિં.રૂ. ૧૭,૦૦૦ / – મળી કુલ્લે રૂ . ૫,૫૭,૬૮૦ / – ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ તેમજ પકડાયેલ ઈસમોને ઈંગ્લીશ દારૂનો જથ્થો કયાંથી ભરી લઈ આવેલ અને કોને આપવાનો હતો તે અંગે પુછપરછ કરતા સદર પ્રોહી મુદ્દામાલ ધુલીયાથી દિપકભાઇનાઓએ ભરાવી આપેલાનું અને પૃથ્વીભાઈ મારવાડી (જેના પુરા નામ ઠામની ખબર નથી)નાઓને પહોંચાડવાનો હોવાનું જણાવતા તેઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોક્ત બન્ને ઈસમોને અટક કરવામાં આવેલ છે. આ કામે અ.હેડ.કોન્સ લેબજીભાઈ પરબતજીભાઈએ વ્યારા પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટ કલમ ૬૫ ઈ , ૮૧ , ૯૮ ( ૨ ) મુજબ કાયદેસર થવા ફરીયાદ આપેલ છે . આમ , શ્રી ડી.એસ.લાડ I/C પોલીસ ઈન્સ્પેક્ટર એલ.સી.બી. તાપી અને એલ.સી.બી. ટીમને ઈંગ્લીશ દારૂનો જથ્થો ચોરીછુપીથી વહન કરી લઈ જતા પકડી પાડવામાં સફળતા મળેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *