તાપી જિલ્લાના ખેડુતો જોગ : મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને કિસાન પરિવહન યોજના હેઠળ સહાય મેળવવા તા.૧૫/૦૮/૨૦૨૦ સુધી અરજી કરી શકાશે

Contact News Publisher

(માહિતિ વિભાગ દ્વારા, તાપી): વ્યારા;શુક્રવાર:- જિલ્લા ખેતીવાડી અધિકારી તાપી-વ્યારાની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ સને ૨૦૨૦-૨૧માં ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ પૈકી નવી યોજનાઓ તરીકે મંજુર થયેલ બે યોજનાઓ અનુક્રમે ”મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ પાક સંગ્રહ સ્ટ્રક્ચર(ગોડાઉન) યોજના” અને ”કિસાન પરિવહન યોજના: કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મિડિયમ સાઇઝના ગુડ્ઝ કેરેઝ વાહનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના” માટે આઈ ખેડૂત પોર્ટલ (ikhedut.gujarat.gov.in) તા ૧૫/૦૮/૨૦૨૦ સુધી ખેડુતો અરજીઓ કરી શકે તે માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે.
“મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના” હેઠળ અનુ.જાતિ, અનુ. જનજાતિ અને અન્ય જાતિના તમામ ખેડૂત લાભાર્થીને કુલ ખર્ચના ૩૦% અથવા રૂ. ૩૦,૦૦૦ બે માંથી જે ઓછું હોય તે મુજબ તથા “કિસાન પરિવહન યોજના” હેઠળ મિડિયમ સાઇઝના ગુડ્ઝ કેરેઝ વાહનની ખરીદી ઉપર નાના/સિમાંત/અનુ.જાતિ/અનુ. જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચનાં ૩૫% અથવા ૭૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે અને સામાન્ય/અન્ય ખેડૂતોને કુલ ખર્ચનાં ૨૫% અથવા રૂ. ૫૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ નણાંકીય સહાય મળવાપાત્ર છે. જેથી આ યોજનાઓમાં સહાય મેળવવા માંગતા દરેક ખેડૂતોએ આપેલ સમય મર્યાદામાં અરજી કરવા માટે ૭/૧૨, ૮અ અને બેંક ખાતુ અધારકાર્ડ સાથે લીંક કરાવેલ હોય તેવી બેંક પાસબુકની નકલ( IFSC CODE સાથે) , આધારકાર્ડની નકલ , અનુ.જાતિ/ અનુ. જનજાતિનુ પ્રમાણપત્ર (લાગુ પડતુ હોય તો) જેવા સાધનિક કાગળો જરૂરી છે. ગ્રામ પંચાયતમાં જઈને VCE (કોમ્પ્યુટર ઓપરેટર) દ્વારા અથવા જ્યાં પણ કોમ્પ્યુટર-ઇંટરનેટની સુવિધા હોય, ત્યાંથી ઓનલાઈન અરજી કરીને, અરજીની પ્રિન્ટ આઉટ મેળવી, સહી કરી સાધનિક કાગળો સાથે જે તે લાગુ પડતા ખેતીવાડીના ગ્રામસેવકને અથવા તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારીને જમા કરાવવા જણાવવામાં આવે છે.
…….

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *