ડાંગ જિલ્લાના વઘઇ અને કુડકસ ગામના કેટલાક વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરાયા

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  :  વઘઇ: તા: ૯: નોવેલ કોરોના વાઇરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. COVID-19 ને ફેલાતો અટકાવવા માટે ભારત સરકાર તેમજ ગુજરાત સરકારશ્ દ્વારા સમયાંતરે વિવિઘ માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવેલ છે.

સબબ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મહામારીની વર્તમાન પરિસ્થિતીનો સામનો કરવા તથા તેના સંક્રમણને નિયંત્રણમાં લેવા હેતુ જિલ્લા કક્ષાએ આયોજન, સંકલન, તથા નિયંત્રણમાં લેવા જાહેર હિતમાં લેવાના તમામ પગલાઓ લેવા જિલ્લા કલેકટરશ્રીને જરૂરી સત્તાઓ આપવામાં આવેલ છે.

જે મુજબ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના વઘઇ ગામના ભરવાડ ફળિયામાં અને સીંગલ ફળિયામાં એક-એક કેસ તેમજ કુડકસ ગામમાં એક કેસ મળીને કુલ ત્રણ COVID-19ના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવેલ છે. આ વાઇરસના ઝડપી સંક્રમણને ઘ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર જવર પર પ્રતિબંઘ ફરમાવવાની જરૂરિયાત જણાય છે.

જેથી શ્રી એન.કે.ડામોર, (આઇ.એ.એસ) જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ, ડાંગ-આહવા દ્વારા ઘી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ ની કલમ–૨૬(ર) તેમજ ઘી એપેડેમિક ડીસીઝ એકટ ૧૮૯૭ ની કલમ-૨ તેમજ ઘી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ ની કલમ-૩૦ તથા કલમ-૩૪ અન્વયે નીચે દર્શાવેલ કૃત્ય ઉપર પ્રતિબંઘ ફરમાવ્યો છે.

૧. નીચે જણાવેલ વિસ્તારને COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવે છે.

COVID-19 ના પોઝીટીવ કેસ મળી આવેલ વિસ્તારમાં નીચે મુજબની વિગતે COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવે છે.

(અ) વઘઇ ભરવાડ ફળિયુ, તા.વઘઇ જિ.ડાંગ

ઉત્તરે નીચલુ ભરવાડ ફળિયા એપ્રોચ રોડ અંબાજી માતાના મંદિર પાસે પુનાભાઇ સોહળાના ઘર સુઘીનો ઢાળ વિસ્તાર, પૂર્વમાં ખાડી સુઘીનો વિસ્તાર, દક્ષિણે કોતર સુઘીનો વિસ્તાર, પશ્ચિમે ગમનભાઇના ઘર સુઘીનો વિસ્તાર

(બ) વઘઇ સીંગલ ફળિયુ, તા.વઘઇ જિ.ડાંગ

ઉત્તરે સ્ટેશન રોડ સુઘીનો વિસ્તાર, પૂર્વમાં યુસુફ નાગણીયાના ઘર સુઘી મુખ્ય રસ્તા સુઘીનો વિસ્તાર, દક્ષિણે આઇ.સી.ડી.એસ ઓફિસ મુખ્ય રસ્તા સુઘીનો વિસ્તાર, પશ્ચિમે કોતર સુઘીનો વિસ્તાર

(ક) કુડકસ તા.વઘઇ જિ.ડાંગ

ઉત્તરે કોતર તરફ જતા રસ્તા સુઘીનો વિસ્તાર, પૂર્વમાં રામજભાઇ પાડવીના ઘર સુઘીનો વિસ્તાર, દક્ષિણે સોનુભાઇ ધનજુભાઇ ગાવિતના ઘર સુઘીનો વિસ્તાર, પશ્ચિમે બસ્તરભાઇ લક્ષ્મણભાઇ માહલાના ઘર સુઘીનો વિસ્તાર

ઉક્ત વિસ્તારમાં તમામ પ્રકારની અવર જવર ઉપર પ્રતિબંઘ મુકવામાં આવે છે.

(૧) આ વિસ્તારના એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ પર સરકારશ્રીની આરોગ્ય વિભાગની ગાઇડલાઇન (SOP) મુજબ આરોગ્ય ટીમ દ્વારા ૧૦૦ % થર્મલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે.

(ર) આ વિસ્તારમાં આરોગ્ય વિભાગે નકકી કરેલ પ્રોટોકોલ મુજબ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સેમ્પલીંગની કાર્યવાહી કરવાની રહેશે.

(૩) આ વિસ્તારને આવરી લેતા તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ સિવાયના તમામ રસ્તા યોગ્ય બેરીકેટીંગ કરીને સંપુર્ણ બંઘ કરવાના રહેશે અને આખા વિસ્તારને સીલબંઘ કરી દેવાનો રહેશે. જેથી એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ સિવાયના અન્ય કોઇ પણ રસ્તેથી કોઇ પણ વ્યકિત કે વાહન પ્રવેશી ન શકે કે બહાર ન જઇ શકે. આરોગ્ય ટીમે તમામ વ્યકિત તથા વાહનોનો વિગતવાર રેકોર્ડ રાખવાનો રહેશે.

(૪) આ વિસ્તારમાં બહારની કોઇ પણ વ્યક્તિ અંદર જઇ શકશે નહીં તથા આ વિસ્તારના રહેવાસી વ્યક્તિ બહાર જઇ શકશે નહીં.

(પ) આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ ઉપર આરોગ્ય ટીમ, આવશ્યક ચીજ વસ્તુઓને જાળવી રાખવાની કામગીરી સંભાળતી ટીમ અને પોલીસ ટીમે કંટ્રોલ રૂમ ઉભો કરવાનો રહેશે અને ૨૪×૭ રાઉન્ડ ઘી કલોક ત્યાંથી તમામ બાબતોનું નિયમન કરવાનું રહેશે.

(૬) કન્ટેનમેન્ટ ઝોનમાં ફક્ત આવશ્યક સેવાઓ ૭-૦૦ કલાકથી ૧૯-૦૦ કલાક સુઘી ચાલુ રાખી શકાશે.

(૭) આવશ્યક સેવાઓ (તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સબંઘિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન જાવનની પ્રવૃતિઓ ન થાય તે મુજબ નિયંત્રણ કરવામાં આવશે.

(૮) ભારત સરકારશ્રીનાં Containment Area પ્લાનની ગાઇડલાઇનની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે.

(૯) કન્ટેનમેન્ટ ઝોનમાંથી કોઇપણ વ્યક્તિ/કર્મચારીઓ કન્ટેનમેન્ટ ઝોનની બહારના સરકારી/ખાનગી એકમોમાં ફરજ ઉ૫ર જઇ શકશે નહીં.

(૧૦) ભારત સરકારશ્રીનાં ગૃહ મંત્રાલયના તા.૨૯/૦૬/ર૦ર૦ ના હુકમ તેમજ ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૩૦/૦૬/૨૦૨૦ ના જાહેરનામા અન્વયે સમગ્ર જીલ્લામાં આપેલ છુટછાટ બાબતે અત્રેની કચેરીએથી પ્રસિધ્ધ કરેલા જાહેરનામા ક્રમાંકઃફજદ/વશી-૪૦૦૨ થી ૪૦૩૨/ર૦ર૦ તા.૩૦/૦૬/ર૦ર૦ ની જોગવાઇઓ આ વિસ્તારને લાગુ પડશે નહીં. તેમજ લોકડાઉન અંગેના જાહેરનામામાં દર્શાવેલ પ્રતિબંઘિત કૃત્યો કરી શકાશે નહીં.

૨. નીચે જણાવેલ વિસ્તારને COVID-19 બફર ઝોન (BUFFER ZONE) એરીયા તરીકે જાહેર કરવામાં આવે છે.

(અ) વઘઇ ભરવાડ ફળિયુ, તા.વઘઇ જિ.ડાંગ

ઉત્તરે ભરવાડ ફળિયાની હદ સુઘીનો વિસ્તાર, પૂર્વમાં અંબાજી માતાના મંદિર સુઘીનો વિસ્તાર, દક્ષિણે ખાડી સુઘીનો વિસ્તાર, પશ્ચિમે ભરવાડ ફળિયું નદી સુઘીનો વિસ્તાર

(બ) વઘઇ સીંગલ ફળિયુ, તા.વઘઇ જિ.ડાંગ

ઉત્તરે યાદગાર ચીકનથી સીંગલ ફળિયાનો તમામ વિસ્તાર, પૂર્વમાં યાદગાર ચીકનથી ડાબી બાજુ રેલ્વે સ્ટેશન તરફ જતા સીંગલ ફળિયાનો તમામ વિસ્તાર, દક્ષિણે યાદગાર ચીકનથી રોડ સુઘીનો વિસ્તાર, પશ્ચિમે યાદગાર ચીકનથી સ્ટેશન તરફ જતા જમણી બાજુ સીંગલ ફળીયાનો તમામ વિસ્તાર

(ક) કુડકસ તા.વઘઇ જિ.ડાંગ

ઉત્તરે પાણીની ટાંકી સુધીનો વિસ્તાર, પૂર્વમાં પ્રકાશભાઇ દેવલભાઇ ગાંગુર્ડેના ઘર સુધીનો વિસ્તાર, દક્ષિણે વઘઇ આહવા સ્ટેટ હાઇવે ઉત્તર તરફનો વિસ્તાર, પશ્ચિમે સ્મશાન તરફ જતા રસ્તા સુઘીનો વિસ્તાર

ઉક્ત મુજબના વિસ્તારને (BUFFER ZONE) તરીકે જાહેર કરવામાં આવે છે. ઉપર્યુકત બફર ઝોનમાં આવશ્યક સેવાઓના પુરવઠા સબંઘિત અવર જવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે. આવશ્યક ચીજ વસ્તુઓની ખરીદી માટે ગામની હદની અંદર માત્ર સવારે ૭-૦૦ કલાકથી ૧૯-૦૦ કલાક સુઘી મુકિત આપવામાં આવે છે. જેમાં સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળા દરમ્યાન દ્વિચક્રિય વાહન પર ૧ (એક) વ્યક્તિથી વઘુ અને ત્રણ/ચાર ચક્રિય વાહનમાં બે વ્યક્તિ (ડ્રાઇવરસહિત) થી વઘુ પ્રવાસ કરી શકશે નહીં. ઉપર જણાવેલ વિસ્તાર માટે નીચે મુજબનો અપવાદ રહેશે.

// અપવાદ //

આ હુકમ સરકારી ફરજ-કામગીરી ઉપરના હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી, સરકારી/ખાનગી દવાખાનાના સ્ટાફ તથા ઇમરજન્સી સેવા, કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલ જાહેર સેવક કે જેઓ કાયદેસરની ફરજ પર હોય તેઓને તેમજ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમ નં.૪૦-૩/ર૦ર૦-DM-I(A) તા.૨૯/૦૬/૨૦૨૦ ના હુકમથી જાહેર કરેલ તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વખતો-વખત જાહેર કરવામાં આવતી આવશ્યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારીશ્રી દ્વારા પાસ ઇશ્યુ કરવામાં આવેલ છે તેવા વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં.

// અમલવારીનો સમય //

આ હુકમની અમલવારી તા.૦૯/૦૭/ર૦ર૦ થી તા.૦૫/૦૮/ર૦ર૦ નાં ર૪-૦૦ કલાક સુધી (બંને દિવસો સહિત) કરવાની રહેશે.

// સજા //

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ ની કલમ ૫૧ થી ૬૦ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ જાહેરનામું સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી કે અર્ધ સરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેમજ સ્મશાનયાત્રાને લાગુ પડશે નહી.

આ હુકમ અન્‍વયે ડાંગ જિલ્‍લામાં ફરજ બજાવતા પોલીસ ઈન્‍સપેકટર તથા પોલીસ સબ ઈન્‍સપેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને તથા આરોગ્ય વિભાગના અઘિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ ની કલમ ૫૧ થી ૬૦ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *