જય આદિવાસી બ્રિગેડ સંગઠન નિઝર દ્વારા વ્યારાની આદિવાસી દિકરી પર દુષ્કર્મ કરનાર મુસ્લિમ યુવક પર કડક કાર્યવાહી કરવા માંંગ
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : વ્યારાની આદિવાસી દિકરી પર દુષ્કર્મ કરનાર મુસ્લિમ યુવક પર કાયદાકીય કડક કાર્યવાહી કરવા જય આદિવાસી બ્રિગેડ સંગઠન નિઝર દ્વારા આવેદન પત્ર આપી માંગ કરી હતી.
જય આદિવાસી બ્રિગેડ સંગઠન નિઝર દ્વારા પ્રાંઁત અધિકારી નિઝરને આપવામાં આવેલ આવેદન પત્ર નીચે મુજબ છે.
“તાપી જીલ્લામાં આદિવાસી જિલ્લો છે અને જીલ્લાનો મુખ્ય મથક ગણાતા વ્યારા નગરમાં સ્ટેશન રોડ પર આવેલ હાઇરાઇઝ મકાનનાં સાતમાં માળે આવેલા એક ફ્લેટમાં ૧૪ વર્ષની આદિવાસી દિકરી પર વ્યારા સ્ટેશન રોડ પર રહેતા પરિણિત મુસ્લિમ યુવક – શોએબ રાહતખાન પઠાણ નામના નરાઘમે ૧૪ વર્ષની આદિવાસી દિકરી પર વારવાર બળજબરી પૂર્વક બલાત્કાર ગુજારેલ છે . સદર રજુઆતને ધ્યાને લઇ વ્યારાની આદિવાસી દિકરી પર દુષ્કર્મ કરનાર મુસ્લિમ યુવક શોએબ રાહતખાન પઠાણ નામના નરાધમ સામે તાત્કાલીક કાયદાકીય પગલા ભરી ફાંસીની સજા થાય એવી અમારી માંગ છે.
નોંધ: અમારી રજુઆતને ધ્યાને ન લેવાય અને કાર્યવાહિ ન કરવામા આવે તો નિઝરનો મુખ્ય રસ્તો રોકી આંદોલન કરવામા આવશે.”