વ્યારાની શિશુ / વિઘા ગુર્જરી શાળા દ્વારા ત્રણ માસની ફી માફ કરવાનો નિર્ણય
(પ્રતિનિધિ દ્વારા,વ્યારા) : વ્યારાની શિશુ / વિઘા ગુર્જરી શાળા દ્વારા (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ) જુન, જુલાઈ અને ઓગસ્ટ માસની ફી માફ કરવામાં આવી.
શ્રી અરુણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત શિશુ / વિઘા ગુર્જરી શાળા દ્વારા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ) ધો- ૧ થી ૧૦ ના વિધાર્થીઓની જુન, જુલાઈ અને ઓગસ્ટ માસની ફી માફીનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ સરકારના આદેશ અનુસાર સ્કૂલ બંધ છે. હાલની પરિસ્થિતીમાં લોકો માટે શૈક્ષણિક ફી ભરવી મુશ્કેલી સમાન છે. શૈક્ષણિક ફી માં રાહત અપાય તો વાલીગણ માટે ખુબ આર્થિક ચિંતા દૂર થઈ શકે તેમ છે. ત્યારે સમાજ જીવનમાં પ્રેરણા રૂપ દાખલો અને વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહતના અભિગમ સાથે વ્યારા શિશુ / વિઘા ગુર્જરી શાળા દ્વારા જુન, જુલાઈ અને ઓગસ્ટ માસની માસિક ફી માફીની જાહેરાત કરી સમાજ જીવનને શિક્ષણ એ વ્યવસાય નહિ પણ સેવા છે નો સંદેશ આપ્યો છે. શાળાના સેવાકીય આ અભિગમને લોકોએ બિરદાવ્યો છે.