સોનગઢનાં માંડળ ટોલનાકા પાસેથી પશુ તસ્કરી કરનાર બે ઈસમો ઝડપાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં સોનગઢ તાલુકાના માંડળ ગામના ટોલનાકા પાસેથી ટ્રકમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતી ભેંસો સાથે પશુ તસ્કરી કરનાર બે ઈસમોને ઝડપી પાડી તેમની વિરુધ્ધ સોનગઢ પોલીસ સ્ટેશને ગુનો નોંંધયો છે. સોનગઢ તાલુકાના માંડળ ગામના ટોલનાકા પાસેથી તા. 7 મી જુલાઈના રોજ મોડીરાત્રે આશરે 3:00 કલાકના અરસામાં શંકાસ્પદ નજરે પડતી એક ટ્રક નંબર જીજે / 02 /ZZ/ 7872 ને અટકાવી તેમાં તપાસ કરતા ટ્રકની અંદર ખીચોખીચ રીતે ભરેલ 9 ભેંસો મળી આવી હતી . ભેંસોને ટુંકી દોરી વડે બાંધી ઘાસચારો કે પાણીની સગવડ વિના લઈ જતા તેમજ કોઇપણ પ્રકારની પ્રાથમિક સારવારના મેડીકલ સાધનો તથા સક્ષમ અધિકારીના કે વેટેનરી ઓફિસરના પ્રમાણ પત્રો વિના ગેરકાયદેસર રીતે ગુજરાત માંથી મહારાષ્ટ્ર ખાતે હેરાફેરી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બાહર આવ્યું હતું . બનાવ અંગે હેડકોન્ટેબલ સુરેશભાઈ વિઠ્ઠલભાઈની ફરિયાદના આધારે ગુનો રજીસ્ટર કરી ( 1 ) માજીદખાન ઇદરીસખાન પઠાણ ( 2 ) સુફિયાખાન ઇસ્માઈલખાન પઠાણ બંને રહે , વાઘણા તા.સિધ્ધપુર જી.પાટણ નાઓ ની અટક કરવામાં આવી છે . તેમજ ભેંસો નંગ -9 જેની કી.રૂ. 90 હજાર તેમજ ટ્રકની કી.રૂ. 4 લાખ મળી કુલ 4.90 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કર્યો છે. ગુનાની વધુ તપાસ હે.કો. સતિષભાઈ નાનસિંગભાઈ કરી રહ્યાં છે.