તાપી જીલ્લા એલ.સી.બી.એ મીરપુર ખાતેથી ઇંગલિશ દારુ સાથે બે ઈસમો ઝબ્બે કર્યા : એક વોન્ટેડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લા એલ.સી.બી. દ્વારા આજરોજ સવારે 9:25 કલાકે વ્યારા તાલુકાના મીરપુર ગામે ત્રણ રસ્તા ડેરી પાસેથી ભારતિય બનાવટનો ઇંગલિશ દારુ સહિત 61900 નો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમોને ઝડપી પાડી એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે.
શ્રી એન. એન. ચૌધરી પોલીસ અધિક્ષકશ્રી જી . તાપી તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વ્યારા વિભાગ વ્યારાનાઓએ તાપી જીલ્લામાં પ્રોહી લિસ્ટેડ બુટલેગર તેમજ પ્રોહીની પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય તેઓને ત્યાં પ્રોહી રેઈડ કરવા બાતમી હકિકત મેળવી કેસો કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય , જે સુચના આધારે આજરોજ શ્રી ડી. એસ. લાડ ઇન્ચાર્જ પો.ઇ. તથા સ્ટાફના અ . હેડ . કોન્સ લેબજીભાઇ પરબતજી તથા અ . હેડ . કોન્સ સમીર મદનલાલ તથા અ . હેડ . કોન્સ ગણપત ગોમાભાઈ તથા કલ્પેશ કાન્તિલાલ તેમજ પંચોનાં માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી ગુના અંગે રેઈડમાં નિકળેલ હતા. દરમ્યાન સાથેના અ . હેડ . કોન્સ લેબજીભાઈ પરબતજી બ.ન. 680ના ઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ હતી જે આધારે આજરોજ સવારે 9:25 વાંગે બજાજ પલ્સર મોટર સાયકલ GJ – 26-S-9522નો ચાલક પ્રવીણભાઇ ભીખુભાઇ ગામીત ઉ.વ .૨૪ રહે.હિરાવાડી ગામ ડુંગરી ફળીયુ તા.સોનગઢ જી.તાપીએ પોતાના કંબજાની મોટર સાયકલ ઉપર ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની બોટલો દેશી દારૂ ટેંગો પંચ નંગ -૩૨૮ જેની કિ.રૂ. ૧૬,૪૦૦ / – તથા મોટર સાયકલની કિંમત રૂ. ૪૫,૦૦૦ / – તથા ચાલકના કબજામાંથી મળેલ મોબાઇલ નંગ -૧ જેની કિમંત રૂ.૫૦૦ / – નો મળી કુલ રૂ . ૬૧,૯૦૦ / – નો મુદ્દામાલ બંટી ઉર્ફે શુભમ જયંતી માવચી રહે . ખખડા તા.નવાપુરા જી.નંદુરબાર ( મહારાષ્ટ્ર ) પાસેથી લઇ પકો ઉર્ફે પ્રતીક છનાભાઇ ગામીત રહે . વાંકલા તા.ડોલવણ જી.તાપીને આપવા જતાં હેરાફેરી કરતા ચાલક પ્રવીણભાઇ ભીખુભાઇ ગામીત તેમજ બંટી ઉર્ફે શુભમ જયંતી માવચી પકડાય ગયા હતા જ્યારે દારુ મંગાવનાર પકો ઉર્ફે પ્રતીક છનાભાઇ ગામીતને વોન્ટેડ જાહેર કર્યો છે.