માંગરોળમાં દુકાનદારોએ ૨X૨ નાં ગોળ કુંડાળા પાડવા પડશે : ગ્રાહકોએ ફરજીયાત માસ્ક પહેરીને આવવાનું રહેશે

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  તાલુકા મથક માંગરોળ ખાતે જુનીકોર્ટ ફળિયામાં એક જ પરિવારનાં બે શખ્સો નો કોરોનાં વાયરસનો રિપોર્ટ પોઝીટીવ આવતાં, આ બનેને સારવાર માટે સુરત ખાતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,જ્યારે વહીવટી તંત્રે આ વિસ્તારને હોમકોરોન્ટાઈન વિસ્તાર જાહેર કર્યો છે, તો બીજી તરફ માંગરોળ ગ્રામ પંચાયત તરફથી ગ્રામ પંચાયતનાં કાર્યક્ષેત્ર માં વેપાર- ધધો કરનારા તમામ વેઓરીઓને નોટીસ આપી જણાવાયું છે કે તાજેતરમાં કોરોનાંની મહામારી ને ધ્યાનમાં લઈ દુકાને આવતાં ગ્રાહકો વચ્ચે સોસીયલ ડિસ્ટરન્સનું પાલન કરાવવાની જવાબદારી દુકાનદારોની રહેશે. આ માટે દુકાનની આગળ ૨X૨ નાં ગોળ કુંડાળા પાડવાના રહેશે, સાથે જ  દુકાનદારોએ અને ગ્રાહકોએ ફરજીયાત માસ્ક પહેરવાના રહેશે, કોઈ દુકાનદાર કે ગ્રાહક આ  સૂચનાનો અનાદર કરતા જણાશે તો સરકારનાં નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *