સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે કોરોનાનો પોઝીટીવ કેસ આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંગરોળ પોલીસ મથકમાં લોકરક્ષક દળમાં તાજેતરમાં સીલેકટ થઈને છેલ્લા ૩ માસથી ફરજ બજાવી રહ્યા છે. આ યુવતીને શરદી, ખાંસી, અને તાવ આવતા તેમણે ઝંખવાવ ખાતે તા. ૪ ના રોજ તેમણે સેમ્પલ આપ્યું હતું ત્યાર બાદ તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેમજ માંગરોળ ગામના કોર્ટ ફળીયામાં રહેતા એક પુરુષનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અને તેના સંપર્કમાં આવેલ પત્ની અને પુત્ર તેમજ ઘર કામ કરતી એક મહિલા આ ૩ વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં પુત્રનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
માંગરોળ તાલુકા મથક આરોગ્ય અધિકારીઓ દ્વારા ઉપરોક્ત દર્દીઓને હાલ સારવાર માટે ઝંખવાવની યુવતીને નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હોવાનું તેમજ માંગરોળના પિતા – પુત્રને થ્રી સ્ટાર હોસ્પિટલ સુરત લઈ ગયા હોવાનું જણાવામાં આવ્યું છે.