દેડીયાપાડાના દાભવણ ગામેથી મારૂતી ઝેન ગાડીમાંથી ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દેડીયાપાડા પોલીસ
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : હાલ સમગ્ર રાજ્યમાં દારૂ, જુગાર સહિત ની આવી બે નંબરી પ્રવૃત્તિઓ બંધ કરાવવા પોલીસ કડક વલણ અપનાવે છે ત્યારે આવા તત્વો પોતાનો વેપલો ચાલુ રાખવા અવનવા પેંતરા અપનાવતા હોય અંતે પોલીસને બાતમી મળતા તેમનો પર્દાફાશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન અને કડક સૂચના મળતા દેડીયાપાડા પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી એ.આર. ડામોર દેડીયાપાડા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.સ.ઇ. એ.આર. ડામોરનાઓને ખાનગી રાહે બાતમીદારથી બાતમી મળેલ કે, એક સફેદ કલરની ઝેન ગાડી મારૂતીમાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો આવનાર છે જે માહિતી આધારે દાભવણ ગામે બસ સ્ટેન્ડ પાસે નાકાબંધીમાં હતા દરમ્યાન ઉપરોક્ત માહિતી વાળી મારૂતી ઝેન ગાડી આવતા તેમાં ચેક કરતા રોયલ ક્નાઇટ મેલ્ટ વ્હીસ્કીના પ્લા.ના ક્વાટરીયા નંગ-૪૬૧ કુલ કિ.રૂ. ૩૯,૧૮૫ તથા મારૂતી ઝેન ગાડી કિ.રૂ. ૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૮૯,૧૮૫ ના મુદ્દામાલ સાથે આરોપી સંજયભાઇ સંભાજીભાઇ પાડવી રહે-ગુજ્જરપુર તા.નિઝર જી-તાપી તથા (૨) વિશાલ રવી પાડવી રહે-ખાપર તા. અલ્લકકુવા જી-નંદુરબાર નાઓને પકડી તેમના વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.