માંગરોળનાં જૂનાં કોર્ટ ફળિયાનાં પોઝિટિવ દર્દીનાં પુત્રને પણ કોરોના લાગ્યો : હવે એમની પત્ની અને કામ કરનારી મહીલાનો રીપોર્ટ બાકી : આ વિસ્તાર હોમકોરોન્ટાઈન જાહેર કરાયો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : બે દિવસ પહેલાં તાલુકા મથક માંગરોળ ખાતે આવેલા જૂનાં કોર્ટ ફળિયામાં રહેતાં એક પુરૂષનો કોરોનાં વાઇરસનો રીપોર્ટ પોઝીટીવ આવતાં એમને સારવાર માટે સુરત ખાતે લઇ જવામાં આવ્યા છે, આ કેસ મળી આવતાં માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી તરફથી આ વિસ્તારને હોમકોરોન્ટાઈન વિસ્તાર જાહેર કરી, ઘરે ઘરે સર્વની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન આરોગ્ય ખાતાની ટીમે કોરોનાનો ભોગ બનનાર પુરૂષનાં પરિવારના ત્રણ લોકોના સેમ્પલ લીધા હતા, જેમાંથી આજે તારીખ ૬ જુલાઇનાં કોરોનાનો ભોગ બનનારા પુરૂષનાં પુત્રનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતાં આરોગ્ય વિભાગે ૧૦૮ ની મદદથી સારવાર માટે સુરત ખાતે ખસેડવામાં આવ્યો છે, હવે આ પરિવારનાં બે લોકોનાં રીપોર્ટ આવવાનાં બાકી છે, જેમાં પુરૂષ ની પત્ની અને ઘર કામ કરવાવાળી મહિલાનો સમાવેશ થાય છે.આ વિસ્તારમાં એક જ પરિવાર નાં બે સભ્યોના કોરોનાં પોઝીટીવ આવતાં આ વિસ્તારના રહીશો અને સમગ્ર ગ્રામજનો માં ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે.