માંગરોળ તાલુકાનાં મોટાબોરસરા નજીક બે વાછરડા ભરેલો ટેમ્પો કબ્જે લઈ કુલ ૭૫૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, બે ને વોન્ટેડ જાહેર કરતી પોલીસ

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  કીમથી કીમ ચારરસ્તા તરફ એક છોટા હાથી ટાઈપનાં ટેમ્પામાં વાછરડા ભરીને કતલખાને લઈ જવાતા હોવાનું માની કેટલાંક ગૌરક્ષકોએ એક ટેમ્પાને ઝડપી પાડવા પીછો કર્યો હતો. આ ટેમ્પા નંબર જીજે-૧૪-ડબ્લ્યુ-૫૨૨૯નાં ચાલકને મોટાબોરસરા ખાતે હાથ કરી ઉભો રાખવાનો ઈશારો કર્યો હતો, પરંતુ ચાલકે ટેમ્પો ન ઉભો રાખી ઝડપથી , મંદિર ફળીયા થી જી.આઈ. ડી.સી. માઇનોર નહેર તરફ જતાં રસ્તા ઉપર હકારી મુક્યો હતો, પરંતુ ગૌરક્ષકો એ ટેમ્પનો પીછો કરતાં ચાલક અને એક અન્ય શખ્સ ટેમ્પાને માર્ગની સાઈડમાં મૂકી ફરાર થઈ ગયા હતા,ત્યારબાદ ગોરક્ષકોએ માંગરોળ તાલુકાના કોસંબા પોલીસ  મથક ની પાલોદ આઉટ પોલીસ ચોકી ખાતે જાણ કરતાં ,પો. કો.સુરેશ નારણ ખટારા ઘટનાં સ્થળે પોહચી ટેમ્પો ચેક કરતાં એમાંથી બે વાછરડા મળી આવ્યા હતા જેની કિંમત પાંચ હજાર રૂપિયા તથા ટેમ્પાની કિંમત ૭૦ હજાર મળી કુલ ૭૫ હજાર રૂપિયા નો મુદામાલ કબ્જે કરી, બે અજાણ્યા શખ્સો વિરુધ્ધ એફ.આઇ.આર. દાખલ કરી, બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ કોસંબા પોલીસે હાથ ધરી છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *