હોસ્પિટલ નિર્માણની કામગીરી દિવસ-રાત ૫૦૦-૫૦૦ શ્રમિકો દ્વારા ઝડપથી કરવામાં આવી રહી છે

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરતમાં દિન-પ્રતિદિન વધી રહેલા કોરોનાવાયરસના પરિણામે રાજ્ય સરકાર દ્વારા સત્વરે સિવિલ હોસ્પિટલના પટાંગણમાં સ્ટેમસેલ બિલ્ડીંગ ખાતે નવી અત્યાધુનિક હોસ્પિટલના નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આગામી ૧૫ દિવસમાં પૂર્ણ કરવાના નિર્ધાર સાથે હોસ્પિટલના નિર્માણ કાર્ય માટે ચાર એજન્સીઓ છેલ્લા પાંચ દિવસથી સતત ૨૪ કલાક કામગીરી કરી રહી છે.  દિવસ-રાત ૫૦૦-૫૦૦ શ્રમિકો દ્રારા કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે. સીવીલ ડિફેન્સ ૩૦ જેટલા સભ્યો પણ હોસ્પિટલ બિલ્ડિંગના નિર્માણકાર્યમાં સહયોગ આપી રહ્યા છે,આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ અને નાણા વિભાગના સેક્રેટરી મિલિન્દ તોરવણેના સતત માર્ગદર્શન અને સુચના તેમજ ખાસ ફરજ પરના અધિકારી મહેન્ડર પટેલની આગેવાની હેઠળ કામગીરી કરી રહી થઈ રહી છે. નાયબ કલેકટર આર. આર. બોરડના પ્રત્યક્ષ નિરીક્ષણ  હેઠળ  સમગ્ર કામગીરીનું સતત મોનિટરિંગ સંકલન ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other