એક આવાજ એક મોર્ચા હવે નવસારી જીલ્લાનાં ચિટફંડ પિડિતોના હકમાં અવાજ બુલંદ કરશે

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, નવસારી)  :  તાપી જીલ્લામાં ચિટફંડ પિડિતોનો અવાજ મજબુત બનાવી લોક સંગઠન એક આવાજ એક મોર્ચા એ હવે નવસારી જીલ્લામાં પણ ચિટફંડ પિડિતોના હક માં તેમજ ચિટફંડ કંપનીઓ સામે અભિયાન શરું કર્યું છે. જે બાબતે આજ રોજ સંગઠનના નવસારી પંથકના આગેવાનો સાથે સંગઠનના અધ્યક્ષ રોમેલ સુતરિયાની ગ્રામ્ય સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. જે બેઠક માં નવસારી જીલ્લાના તમામ ગામોમાં ચિટફંડ પિડિતોને ન્યાય મળે તે બાબતે અભિયાન તેમજ કાયદાકીય પ્રક્રિયાઓ મજબુત કરવા નાગરિકોને જાગ્રુત કરવા રણનિતી ઘડવામાં આવી હતી.

નવસારી જીલ્લામાં પણ જય વિનાયક , કલકમ , સમ્રુદ્ધજીવન , વિશ્વામિત્રી, PACL, ઓસ્કાર, મૈત્રેય, સહારા જેવી અનેક કંપનીઓમાં નાગરિકો ના તેમજ ગરીબ આદિવાસી લોકોના કરોડો રુપિયાની લુંટ થયેલ છે જે બાબતે એક આવાજ એક મોર્ચા સમગ્ર ગુજરાત માં લડત ચલાવી રહ્યું છે. નવસારીની ચિટફંડ કંપનીઓની લુંટનો ભોગ બનેલ નાગરિકો એ રોમેલ સુતરિયાનો સંપર્ક કરી નવસારી જીલ્લાના પિડિતોની રજુઆત તંત્ર અને સરકાર સુધી પહોંચે તે માટે રુબરુ મુલાકાત કરી રજુઆત કરી હતી જે બાદ નવસારી જીલ્લામાં થયેલા ચિટફંડ કૌભાંડો વિશે અભ્યાસ બાદ આજ રોજ પ્રથમ વખત એક અવાજ એક મોર્ચા એ રુબરુ નવસારીના ચિટફંડ પિડિતોની નવસારીમાં જ ચિખલી તાલુકા માં મુલાકાત કરી આગેવાનો સાથે વાતચીત કરી હતી.

તમામ કંપનીઓના જરૂરી દસ્તાવેજો એકત્રિત કરી નવસારી જીલ્લા કલેકટરની રુબરુ મુલાકાત કરી જરૂરી રજુઆત કરવામાં આવશે તેમજ તમામ ચિટફંડ પિડિતોને ન્યાય મળે તે માટે નવસારી જીલ્લામાં આવનાર દિવસોમાં એક અવાજ એક મોર્ચા ચિટફંડ પિડિતોને ન્યાય મળે તે માટે અવાજ મજબુત બનાવશે તો નવસારીના રાજકારણમાં રોમેલ સુતરિયાની હાજરી અને ચિટફંડ પિડિતોના પ્રશ્નોનોના કારણે નવસારીના રાજકારણમાં ગરમાવો જોવા મળશે. પોતાની ધારદાર રજુઆતોને લઈને તેમજ ન્યાયિક અવાજ નિષ્પક્ષ રીતે ઊઠાવવા માટે જાણીતાં એક અવાજ એક મોર્ચાના અધ્યક્ષ રોમેલ સુતરિયાને ચિટફંડ પિડિતોનું સમર્થન વધતું જઈ રહ્યું છે. હવે જોવાનું તે રહે છે કે આવનારા દિવસોમાં ચિટફંડ પિડિતોનું અભિયાનની શું અસર જોવા મળે છે. સંગઠનની મુખ્ય માંગણીઓ છે જે તે કંપનીઓ સામે જરુરી ફરિયાદો થાય , તમામ પિડિતોના નામ સરકારી રેકર્ડ ઊપર આવે તેમજ સરકાર કોરપસ ફંડની રચના કરી ચિટફંડ પિડિતોને ન્યાય આપી નાણાં પરત કરાવે કોરપસ ફંડના નાણા સરકાર કંપનીઓ પાસેથી વસુલ કરે તો સરકારને કોઈ ખોટ જતી નથી. આમ આજ રોજ નવસારી જીલ્લાના ચિખલીમાં થયેલ ચિટફંડ પિડિતો સાથે બેઠક ખુબ જ સુચક રહી છે જેના પડઘા આવનાર દિવસોમાં સમગ્ર નવસારી જીલ્લામાં જોવા મળી શકે છે. નવસારીના ચિટફંડ પિડિતોએ મોટા પ્રમાણમાં રોમેલ સુતરિયા અને એક અવાજ એક મોર્ચા સાથે જોડાઈ ચિટફંડ પિડિતોનો અવાજ મજબુત બનાવવા તૈયારીઓ શરુ કરી છે જેના પર હવે સહુની નજર રહેલી છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *