વ્યારામાં મુસ્લીમ નરાધમ યુવક દ્વારા આદિવાસી બાળકી ઉપર જાતીય શોષણ કરનાર યુવક પર આઈ.પી.સી., પોસ્કો એક્ટ તથા એટ્રોસિટી એક્ટ મુજબની તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા આદિવાસી યુવા પંચ તાપી દ્વારા કલેકટરશ્રીને આવેદન અપાયુ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા નગરમાં બનેલ નિંદનીય ઘટનાનાં વિરોધમાં અને મુસ્લીમ આરોપી શોએબ રાહતખાન પઠાણને કડકમાં કડક સજા થાય તે માટે સમગ્ર તાપી જીલ્લામાંથી વિવિધ સંગઠનો સામે આવી પોતાની લાગણી અને માંગણી સહીત આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે ગત રોજ વધુ એક આદિવાસી સંગઠન, આદિવાસી યુવા પંચ દ્વારા જીલ્લા કલેકટરશ્રી ને આવેદનપત્ર આપવામા આવ્યુ છે.
આવેદન પત્રમાં નિચે મુજબ માંગ કરવામાં આવી છે, આદિવાસી વિસ્તારમાં હવે દિવસે ને દિવસે ગંભીર પ્રકાર નાં ગૂનાહો અને કૃત્યો બની રહ્યા છે, જેના કારણે આદિવાસી સમુદાયમાં ભયની લાગણી ઉભી થઈ રહી છે, વધુમાં આદિવાસી યુવા પંચે આવેદનમાં લખેલ હતુ કે, આરોપી શોએબ રાહતખાન પઠાણ વિરુદ્ધ ઈ.પી.કો કલમ 376.(3), 506.(2) ધી પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012 ની કલમ – 6 અને 12, તથા એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(વ)(ઈ), 3(2)(5) મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, તે અંગે સખત કાયદાકીય પગલા ભરવા જરૂરી છે. સાથે સાથે આવેદનમાં એ પણ જણાવ્યુ હતુ, કે આઇ.પી.સી એક્ટ. પોસ્કો એક્ટ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગંભીર પ્રકારનો ગુનો બનેલ હોય, અને પીડિતાનાં માતા-પીતા ની આર્થિક પરિસ્થિતિ ખુબજ નબળી હોય, જેથી એટ્રોસિટી એક્ટ મુજબ લઘુત્તમ રાહત ની રકમ કાયદેસર મુજબ તાત્કાલિક ચુકવણી કરવામાં આવે જે ભોગ બનનારનાં હિતમાં અત્યંત જરૂરી છે.