માંગરોળ અને ઉમરપાડા તાલુકાનાં મોટા ભાગનાં ચેકડેમો જર્જરિત લોકોની વારંવાર સમારકામની માંગ છતાં પ્રશાસનનાં આંખ આડા કાન
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ ) : માંગરોળ અને ઉમરપાડા તાલુકાનો મોટાભાગનનો વિસ્તાર આકાશી ખેતી પર નભતો વિસ્તાર છે ,ચોમાસાનાં પાણીનાં આધારે આ વિસ્તારનાં ખેડૂતો , ખેતીનાં પાકોનું આખા વર્ષનું આયોજન કરતા હોઈ છે. આ વિસ્તારનાં ખેડૂતો તેમજ પશુપાલકો માટે જે તે સમયની સરકારો દ્વારા પાણીનાં પ્રયોજન રૂપે આ વિસ્તાર ના નદી નાળાઓ પર નાના મોટા ચેકડેમો બનાવી પાણી પૂરૂ પડવાની યોજનોઓ બનાવવામાં આવી હતી, પરંતુ સમય જતા અને માવજતનાં યોગ્ય અભાવ ને પરિણામે આજે આ ચેકડેમો જર્જરિત થઇ ચુક્યા છેચેક ડેમ બનાવવા પાછળનો શુભ આશય એવો હતો કે ચોમાસાની ઋતુ માં આ ચેકડેમોમાં પાણી ભરાય અને સંગ્રહ થાય અને ચોમાસા બાદ પણ કેટલાક સમય સુધી વિસ્તારનાં ખેડૂતો અને પશુપાલકોને ખેતી તેમજ પશુઓ માટે પાણી મળી રહે પરંતુ હાલની ચેકડેમોની પરિસ્થિતિ એટલી ખરાબ થઇ ગઈ છે કે વરસાદનાં પાણી સાથે સાથે આ ચેકડેમના પાણી પણ વહી જાય છે. આકાશી ખેતી પર નભતા હોવાને કારણે વરસાદની સીઝન બાદ ચેકડેમ ખુબજ લોક ઉપયોગી થઈ પડે છે પરંતુ ચેકડેમની જર્જરિત હલતને લઇ ડેમો હાલ નકામાં બની ગયા છે, રાજયનાં સીનીયર કેબીનેટ મંત્રી ગણપત વસાવા આ વિસ્તારના ધારાસભ્ય છે જેઓને પણ આ વિસ્તારના લોકો આ બાબતે વારંવાર રજૂઆત કરી ચુક્યા છે પરંતુ પ્રશાસન પણ ડેમના સમારકામનાં કામો માટે કોઈ કાર્યવાહી કરતુ નથી. આ વિસ્તારના જુના અને જર્જરિત ચેકડેમો ને રીપેર કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.