તાપી જિલ્લા પોલીસનું ઉદાર માનવતાવાદી વલણ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સરવર ( કાલીબેલ આહવા-ડાંગ) ના વતની અમૃતભાઈ રતનભાઈ ભોયેના પુત્ર જીલય કુમાર ઉ.વ.2, દાદીના ઘરે હતો તે વખતે 60% દાઝી જતા જે અંગે સોશિયલ મીડિયા મારફતે તેની મદદ કરવા ટહેલ કરતા ફોટા વાયરલ થયા હતા. તાપી જીલ્લા પોલીસના ધ્યાને આ બાબત આવતા જે બાબતની ખાત્રી કરી બાળકની પારિવારિક પરિસ્થિતિ જાણી મેં.પોલીસ અધિક્ષકશ્રી. ચૌધરી સાહેબના માર્ગદર્શનથી તાપી જિલ્લા પોલીસ દ્વારા આજરોજ બાળકના પરિવારને રૂ. 69,100 /- સહાય કરવામાં આવી.