દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડની બેદરકારીનો ભોગ ગ્રામજનોએ બનવું પડે પડે એવી પરિસ્થિતિ ઉભી થઇ હતી : અખબારી રજુઆત બાદ કામગીરી શરૂ કરાઈ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ડી.જી.વી.ડી.એલ.ની અરેઠ સબ ડીવીઝન કચેરીનાં કાર્યક્ષેત્રમાં કરંજ ગામ આવે છે, પરંતુ આ વર્ષે પ્રિ-મુનસૂનની કામગીરી કરંજ ખાતે કરવામાં આવી નથી જેને લઈને વીજપોલની ઉપર વેલ જોવા મળે છે જ્યારે લાઇન પર કોઈ ફોલ્ટ થાય કે અન્ય રીપેરીંગ કામ કઈ રીતે કરવું એ વીજ કંપનીએ જોવાનું રહ્યું ,કરંજ ગામ પંચાયત દ્વારા ગામમાં વધુ લોર્ડને લઈ ને વધારાનું ટ્રાન્સફોર્મર મુકવામાં આવે એવી રજુઆત કરવામાં આવી છે પણ અરેઠ સબ ડીવીઝન કચેરીનાં. અધિકારી દ્વારા અલક ચલાણી રમાડવામાં આવે છે જો વધારાનું ટ્રાન્સફોર્મર મુકવામાં આવે તો વાયર ગરમ નહીં થાય અને લોકોનાં પ્રશ્નો નો પણ ઉકેલ આવી જાય એમ છે. બે દિવસ અગાઉ રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો,જે ચાર કલાક બાદ ઍટલે કે સવારે ૪ વાગ્યે વીજ પુરવઠો શરૂ થયો હતો, જ્યારે ફોલ થાય છે ત્યારે અરેઠ સબ ડીવીઝન કચેરીનાં કર્મચારી રીપેરીંગ માટે આવે છે પણ રીપીરિંગ કરવામાં કલાકો થઈ જાય છે જેનો ભોગ ગામ લોકો બની રહ્યા છે
માટે કોઈ મોટો અકસ્માત ન બને તે પહેલા પાર બાંધી લેવી અને જે ઝાડ પર બાંધેલા વાયર પોલ પર બાંધી અને પોલ પર ની ઝાડી દૂર કરવામાં આવે એવી માંગ ગ્રામજનોએ કરી હતી , આ અંગેની ધારદાર રજુઆત કરવામાં આવતાં ડી.જી.વી.સી.એલ. તરફથી ઉપરોક્ત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ,જેથી પ્રજાજનોમાં આનંદની લહેર પ્રસરી છે.