તા. 6 જુલાઈથી તાપી જિલ્લાનાં તમામ તાલુકાઓનાં જનસેવા કેન્દ્રોમાં કામ કરતા કોમ્યુટર ઓપરેટરો અચોકકસ મુદતની હડતાળ ઉપર ઉતરશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાનાં તમામ તાલુકાઓનાં જનસેવા કેન્દ્રોમાં કામ કરતા કોમ્યુટર ઓપરેટરોને ઓછું માનદ વેતન આપવું તેમજ અન્ય લાભ નહી આપવામાં આવતાં આજરોજ ગુજરાત રાજ્ય નાં તાપી જીલ્લાના રેવન્યુ વિભાગ જન સેવા કેન્દ્ર (આઉટ સોર્સ) કોમ્યુટર ઓપરેટર મંડળ દ્વારા તાપી જીલ્લા કલેક્ટરશ્રી ને આવેદન પત્ર આપી પોતાની વ્યથા જણાવી હતી તેમજ વિવિધ મુદ્દાઓની વારંવાર રજુઆતો કરવા છતાં કોઇ નકકર પરિણામ ન આવતા ગુજરાત રાજય મહેસુલ વિભાગમાં જન સેવા કેન્દ્રોના કો.ઓપરેટરો દ્વારા તા. ૦૧ / ૦૮ / ૨૦૨૦ થી તાપીનાં તમામ તાલુકા જન સેવા કેન્દ્રોવાળા કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરશે એમ બે દિવસ અગાઊ આવેદન પત્રમાં ચિમકી ઉચ્ચારી હતી. જ્યારે આજરોજ તાપી જીલ્લાના રેવન્યુ વિભાગ જન સેવા કેન્દ્ર (આઉટ સોર્સ) કોમ્યુટર ઓપરેટર મંડળ દ્વારા તાપી જીલ્લા કલેક્ટરશ્રીને અપાયેલ આવેદન પત્રમાં જણાવ્યા મુજબ તા. 1/8/2020 નાં બદલે તા. 06/07/2020 નાં રોજથી અચોકકસ મુદત માટે હળતાલ પર જવાથી જન સેવા કેન્દ્રોના કો.ઓપરેટરો ઓફિસે આવશે નહિ તથા કોઇ જગ્યાએ ભેગા થશે નહિ.. તેમજ કોરાના વાઇરસનાં ઓનલાઈન પાસ આપવાની કામગીરી પણ ઓફિસદ્વારા તથા અનાજની કિટ વિતરણની કામગીરી કરેલ, તેનુ માનદ વેતન પણ આપ્યું નથી. આ ઉપરાન્ત 12 મુદ્દાઓની માંગ કરી રહ્યા છે.