વ્યારા નગર પાલિકા પ્રમુખ મહેરનોઝ જોખી દ્વારા નગરજનોને સંદેશ અને વિનંતિ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા નગર પાલિકા પ્રમુખ મહેરનોઝ જોખી દ્વારા નગરજનોને સંદેશ અને વિનંતિ, “વ્યારા નગરમાં પણ કોરોના વાઈરસ પ્રવેશી ચુક્યો છે તો હું મહેરનોઝ જોખી (પ્રમુખ-વ્યારા નગરપાલિકા) વ્યારાના ભાઈઓ-બહેનો અને વડીલોને અપીલ કરું છું કે આપ સૌ પણ સાવચેતી રાખજો, કામ વગર ઘરની બહાર નીકળશો નહીં, સોસિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પણે પાલન કરજો, સાબુથી વારંવાર હાથ ધોવો, જો તમને જરા પણ શરદી ખાંસી, તાવની અસર હોઈ તો વિના સંકોચે જનરલ હોસ્પિટલ, વ્યારા ખાતે ડોક્ટરને બતાવી સારવાર લો, ઇમ્યુનિટી વધારવા માટે આર્યુવેદીક ઉકાળો અને ગરમ પાણી પીવો અને બીજી કોઈપણ તકલીફ પડે તો નગરપાલિકાના ચિફ ઓફિસર અને મારો સંપર્ક કરશો.”
“વ્યારા નગરના તમામ નાગરિકોને વિનંતિ નીચેના કેટલાક સંકલ્પ કરી કોરોનાને સાથે મળી હરાવીએ.
હું જાહેરમાં માસ્ક – સેનેટાઈઝરનો ઉપયોગ કરીશ.
હું જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીશ.
હું કોઈપણ જગ્યે જાહેરમાં થુકિશ નહી.
હું મારાથી મોટા વડીલોની વિશેષ સંભાળ રાખીશ.
હું મારાથી નાના બાળકોની ખાસ કાળજી રાખીશ.
હું કોઈનો ચેપ મને ન લાગે તેની સાવચેતી રાખીશ.
હું મારો ચેપ કોઈને ન લાગે તેની તકેદારી રાખીશ.
હું છીંક-ઉઘરસ આવતા મોઢે રૂમાલ ઢાકિશ.
હું આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિને પ્રાથમિકતા આપીશ.
હું યોગ, ધ્યાન, કસરત, આસાનને પ્રાધાન્ય આપીશ.
લહું કોઈ જોડે હાથ મિલવિશ નહી,નમસ્તેથી અભિવાદન કરવાનું ચૂકિશ નહી.
હું એક જવાબદાર નાગિરક તરીકે સરકારી નિયમોનું પાલન કરીશ.
હું સફાઈકર્મીથી લઈ સનંદી અધિકારીઓનો આદર કરીશ.
હું તમામ કોરોના વોરિયર ને સન્માન આપીશ.
હું કોરોના-મહામારી માં તકેદારીને જ શ્રેષ્ઠ નિવારણ સમજીશ.
હું રાજ્ય કોરોનામુક્ત કરીશ,
હું એક ભારતીય છું.
હું રાષ્ટ્ર કોરોનામુક્ત બનાવીશ.
ઘરમાં રહો,સુરક્ષિત રહો, સાવચેતી એ જ સલામતી