છેલ્લા ૨૧ દિવસના ડેઇલી સર્વેલન્સ રિપોર્ટ મુજબ COVID-19નો કોઈ નવો કેસ નહિ નોંધાતા કપુરા ગામને નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરતો હુકમ અમલમાં રહેશે નહીં
(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા: શુક્રવાર: હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર ધ્વારા સમાયાંતરે કોરોના વાયરસ COVID-19ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.
જેના અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ, તાપી જિલ્લામાં વ્યારા તાલુકાના કપુરા ગામના પટેલ ફળીયા વિસ્તારને COVID-19 Containment Area (નિયંત્રિત વિસ્તાર) તથા હાઈસ્કૂલ ફળિયું, ગેટ ફળિયું અને નહેર ફળીયા વિસ્તારને બફર એરીયા તરીકે જાહેર કરવામાં આવેલ હતા.
પરંતુ ઉકત વિસ્તારમાં મળી આવેલ ૧ (એક) કોરોના પોઝીટીવ વ્યકિતની સારવાર બાદ સદર કેસ નેગેટીવ આવેલ છે, તથા છેલ્લા ૨૧ દિવસના ડેઇલી સર્વેલન્સ રિપોર્ટ મુજબ COVID-19નો એક ૫ણ નવો કેસ મળી આવેલ ન હોવાથી
જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.જે.હાલાણી દ્વારા ભારતીય ફોજદારી કાર્યરીતિ અઘિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪, ઘી ગુજરાત એપેડેમીક ડિસીઝ એકટ ૧૮૯૭ની કલમ-૨ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ની કલમ-૩૦ તથા ૩૪ હેઠળ, તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં કપુરા ગામના ઉકત જણાવેલ વિસ્તારને COVID-19 Containment Area (નિયંત્રિત વિસ્તાર) તથા બફર એરીયા તરીકે જાહેર કરતો હુકમ તા.04/07/2020થી ઉઠાવી લેવામાં આવ્યો છે.
આ અંગે વખતો-વખત પ્રસિઘ્ઘ કરવામાં આવેલ અન્ય તમામ જાહેરનામા યથાવત રહેશે, તથા ભારત સરકાર અને ગુજરાત સરકાર ઘ્વારા આ૫વામાં આવેલ તમામ સુચનાઓ/માર્ગદર્શિકાઓનું ચુસ્ત૫ણે પાલન કરવાનું રહેશે.
–