વ્યારા નગરમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયો : એક જ દિવસમાં ત્રણ નવા કેસ

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  વ્યારા નગરમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસો નોંધાયા. વ્યારા નગરમાં દાદરી ફળિયામાં એક કેસ નોંધાયા બાદ નગરનાં સ્નેહકુંજ સોસાયટી, આહુરા એપાર્ટન્ટમેન્ટમાં પણ કોરોના પોઝેટીવનાં બેે કેસ એક જ ઘરમાં આવ્યા છે. એક મહિલા જેની ઉંમર: ૭૦ વર્ષ, તેમજ તેમના પતિ ઉં.વ. 75. સરનામું: સ્નેહકુંજ સોસાયટી,આહુરા એપાર્ટન્ટમેન્ટ, વ્યારા,તા – વ્યારા, જી- તાપી. જેમનું સેમ્પલ લીધા તારીખ : ૦૨/૦૭/૨૦૨૦ પરિણામ આવ્યા તારીખ: ૦૩/૦૭/૨૦૨૦, પરિણામ: COVID +ve આવ્યુ છે.

જેઓ સ્નેહકુંજ સોસાયટી, આહુરા એપાર્ટન્ટમેન્ટ, ખાતે રહે છે. જેમને તારીખ ૨૫/૦૬/૨૦૨૦ ગુરુવારએ ઉનાઇ સબંધીને ત્યા ગયા હતા. જયા અશોક્ભાઇના સમપર્કમાં આવ્યા હતા. જે પછીથી કોરોના પોઝીટીવ જાહેર કરેલ છે. ત્યાથી ૨૭/૦૬/૨૦ના રોજ પરત ફર્યા હતા. તા-૨૮/૦૬/૨૦ના રોજથી એમને અશક્તિની ,ગળામાં તકલીફ જણાતા સ્થાનિક સારવાર લેવામાં આવી હતી પરંતુ લક્ષણોમાં કોઈ સુધારો ના જણાતા તારીખ ૦૨/૦૭/૨૦૨૦ના રોજ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે કોરોનાની તાપાસ અર્થે સેમ્પલ આપવામાં આવેલ જે આજ તારીખ ૦૩/૦૭/૨૦૨૦ શુક્રવાર ના રોજ COVID પોઝેટિવ આવતાં જેમને વધુ સારવાર અર્થે જનરલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવેલ છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *