વ્યારા નગરનાં દાદરી ફળિયામાં કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં વડામથક વ્યારા નગરને લાગ્યું કોરોનાનું ગ્રહણ, વ્યારાના દાદરી ફળિયામાં રહેતા એક વ્યક્તિ, ઉમર ૪૧ વર્ષ , સરનામું : દાદરી ફળિયુ , વ્યારા , તા – વ્યારા , જી – તાપી વ્યવસાય : જી.આઇ.ડી.સી. ઓફિસ , અઠવાગેટ , સુરત જેમના સેમ્પલ લીધા તારીખ : ૦૧/૦૭/૨૦૨૦ પરિણામ આવ્યું તારીખ ૦૨/૦૭/૨૦૨૦ , જેઓ જી.આઇ.ડી સી . ઓફિસ , એઠવાગેટ , સુરત ખાતે ફરજ બજાવે છે . જેમને તારીખ ૨૮/૦૬/૨૦૨૦ રવિવાર ના રોજ થી તાવ તથા અશકિતની તકલીફ જણાતા સ્થાનિક સારવાર લેવામાં આવી હતી. પરંતુ લક્ષણોમાં કોઈ સુધારો ના જણાતા તારીખ ૦૧ / ૦૭ / ૨૦૨૦ ના રોજ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે કોરોનાની તાપાસ અર્થે સેમ્પલ આપવામાં આવેલ જે આજ તારીખ ૦૨/૦૭/૨૦૨૦ ગુરુવાર ના રોજ coVID પોઝેટિવ આવતાં જેમને વધુ સારવાર અર્થે જનરલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવેલ છે ,