તાપી જિલ્લામાં LRD બહેનોને વહેલી તકે ફરજ પર હાજર કરવા બાબતે કલેક્ટરને આવેદન પત્ર અપાયું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા કલેક્ટરને એલ.આર.ડી. બહેનો દ્વારા આજરોજ આવેદન પત્ર આપી નીચે મુજબ માંગ કરી રહ્યા છે.
છેલ્લાં ઘણાં સમયથી LRD બહેનોની ભરતી અભરાઈએ ચઢી છે , ગાંધીનગરમાં 72 દિવસનાં આંદોલનબાદ રાજય સરકારે સમાધાન ફોર્મ્યુલા અપનાવી બહેનોનું આંદોલન શાંત પાડ્યું. જે વાતને પણ આજે ચાર મહીના જેટલો સમય વિતી ગયો છે. અને મેડીકલ ચેકઅપની પ્રક્રિપા પણ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજુ સુધી “ લોક રક્ષક ભરતી બોર્ડ ” દ્વારા બહેનોને ફરજ પર હાજર કરવામાં નથી આવ્યા . હાલની પરીસ્થિતીને ધ્યાને લેતા એવુ લાગી રહયું છે કે , રાજય સરકાર કોરીનાની મહામારી વચ્ચે ફરી એકવાર LRD બહેનોને આંદોલન કરવા માટે મજબુર કરી રહી છે. આ આવેદનપત્ર આપને જાણુ સારૂ આપવાનું LRD ની તમામ બહેનો તથા વિવિધ સમાજ અને સંગઠનો દ્વારા , નકકી કરવામાં આવ્યું છે કે , જો 15/7/2020 સુધીમાં LRD બહેનોને હાજર કરવામાં નહી આવે તો ફરી એકવાર ગુજરાતમાં રાજ્ય વ્યાપી આંદોલન કરવામાં આવશે. મારું માપ સાહેબને અમે વિનતી કરીએ છીએ કે , આ કોરોનાની મહામારી ગાગે રાજય સરકાર અમોને આંદોલન કરવા માટે મજબુર ના કરે અને વહેલી તકે બહેનોને હાજર કરવામાં તેવું જણાવાયું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *