ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને એકીસાથે ચારમાસનાં લાઈટબીલની રકમ ભરવા મુશ્કેલી પડશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સમગ્ર રાજ્યમાં કોરોનાં વાયરસની જે મહામારી ઉભી થવા પામી છે, જેને લઈ અનેક કામધંધા, મજુરી કામો, કચેરીનાં કામો ઠપ્પ થઈ ગયા હતા, જેમાં ડી.જી.વી.સી.એલ. તરફથી પણ ઘરે ઘરે જઈ મીટર રિડીગ જોઈ લાઈટબીલ આપવામાં આવતા હતા તે કામગીરી પણ બંધ કરવામાં આવી હતી, તાજેતરમાં માંગરોળ, ડી.જી.વી.સી.એલ. કચેરી તરફથી મીટર રીડરોને ઘરે ઘરે જઈ મીટરના યુનિટો જોઈ બીલ બનાવી ગ્રાહકોને આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જો કે હાલમાં જે બીલ ગ્રાહકોને આપવામાં આવશે તે એકી સાથે ચાર માસનું લાઈટબીલ હશે, અને આ ચાર માસ દરમિયાન ઉનાળાની મૌસમ હતી જેથી પંખા, એ.સી. નો વધુ ઉપયોગ થવાથી ગ્રાહકોના લાઇટબીલની રકમ વધુ આવશે જેથી ગરીબ અને મધ્યમ વર્ગનાં ગ્રાહકોને એકી સાથે ચાર માસની લાઈટબીલની રકમ ભરવી એ એક મોટો પ્રશ્ન ઉભો થશે.ત્યારે આવા પરિવારોને લાઈટબીલની રકમ ભરવા માટે હપ્તા ની વ્યવસ્થા કરી આપવામાં આવે એ જરૂરી છે.