માંગરોળના વાંકલ ગામે “જે જરુર હોય એ લઇ જાવ અને ના જરુર હોય એ મુકી જાવ” હેતુથી ભલાઇની દુકાન શરૂ કરાઈ
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંગરોળ તાલુકાના વાંકલ ગામે જે જરુર હોય એ લઇ જાવ અને ના જરુર હોય એ મુકી જાવ તે હેતુથી યંગ સ્ટાર ગ્રૂપ અને શ્વેતા હેલ્પેજ ગ્રૂપ તરફથી ભલાઇની દુકાનનું ઉદઘાટન વાંકલના બસ સ્ટેન્ડમાં વાંકલ ગામના સરપંચશ્રી ભરતભાઈ વસાવા હસ્તે રીબીન કાપી કરવામાં આવ્યું છે અને તેમાં સહયોગી તરીકે ડૉ. યુવરાજસિંહ સોનરિયા (સાંઇ યુવક મંડળના પ્રમુખ) ઉપસ્થિત રહ્યા હતાં. જરુરીયાતમંદો અને ગરીબવર્ગોને જુના કપડાઓ મળતાં ગ્રામજનો, બજારમાં મજુરી કરતા મજુરોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ભલાઇની દુકાનના સભ્યો સંતોષ મૈસુરિયા, પ્રિયંક ચૌધરી, સંકેત પટેલ, આકાશ મૈસુરિયા, લાલુ વસાવા, દિવ્યેશ ગામીતએ આ પહેલ કરી હતી.
હવે પછી આવનાર સમયમાં જુના બૂટ-ચંપલ, બેગ, બાળકો માટે રમકડાં જેવી વસ્તુઓ પણ ઉપલબ્ધ થશે, જેના માટે ગ્રુપના સભ્યોએ આજુબાજુના ગામોના લોકોને સહયોગ આપવા જણાવવામાં આવ્યું છે.