તાલુકા મથક માંગરોળ સહિત આસપાસના ગામોની મહિલાઓનું કિચનનું બજેટ ખોરવાયું : રોજીંદી ખાદ્યચીજોનાં ભાવમાં વધારો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ સહિત આસપાસનાં ગામોની મહિલાઓનું બજેટ ખોરવાઈ જવા પામ્યું છે, રોજીદા ઉપયોગમાં ખાવામાં જેનો વધુ વપરાશ થાય છે એવા ટામેટાં, બટાકા અને કાદાનાં ભાવોમાં એક એક વધારો થઈ જવા પામ્યો છે, જે ટામેટાં ૩૦ રૂપિયે કીલો મળતા હતા તેનો ભાવ કીલોનાં ૮૦ રૂપિયા, બટાકા ૧૦ રૂપિયે કીલો મળતાં હતા તેનાં ૧૫ રૂપિયા અને કાદા ( ડુંગરી ) ૨૦ રૂપિયે કીલો મળતી હતી તેનાં ૨૫ રૂપિયા ભાવ થઈ જવા પામ્યો છે, કયા કારણોસર ભાવ વધ્યો એ હજુ જાણી શકાયું નથી, વેપારીઓનું કહેવું છે કે હોલસેલર માર્કેટમાંથી જ આ વસ્તુઓ ઉંચાભાવે આવી રહી છે. આમ રોજીદી ચીજ વસ્તુઓનાં ભાવમાં એકા એક વધારો થતાં ગ્રામીણ વિસ્તારની મહિલાઓનું કિચનનું બજેટ હાલ પૂરતું ખોરવાઈ જવા પામ્યું છે, જેમાં ખાસ કરી મજૂરવર્ગ અને મધ્યમવર્ગની પરિસ્થિતિ ખુબજ દયનીય બની છે.