ચોમાસાની ઋતુ દરમિયાન વીજ કરન્ટ ન લાગે એ માટે લોખંડનાં ગદરપોલોના નીચે પ્લાસ્ટીકનાં પાઈપો લગાડવાની કામગીરી શરૂ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે ડી.જી.વી.સી.એલ.ની કચેરી આવેલી છે, આ કચેરીનાં વિસ્તારમાં જે ગામો આવેલા છે, એ ગામોમાંથી કેટલાક ગામોમાં વીજલાઈનના રેસા ખેંચવા માટે કેટલાંક લોખડનાં ગદર વીજપોલો ઉભા કરવામાં આવ્યા છે, ગત ચોમાસાની મોસમ દરમિયાન આ પ્રકારનાં વિજપોલો ઉપર કરન્ટ ઉતરવાના બનાવો સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારના કેટલાંક ગામોમાં બનવા પામ્યા હતા, જેને પગલે પશુઓ અને માનવીઓના કરન્ટ લાગવાને પગલે મોત થયાનાં પણ બનાવો બન્યા હતા, ત્યારે ચાલુ વર્ષે ચોમાસાની મૌસમ પહેલાં ગત વર્ષે બનેલાં બનાવો ચાલુ વર્ષે ન બને એને ધ્યાનમાં લઈ ગદર વિજપોલોના નીચેના ભાગેથી સાત ફૂટ જેટલાં પલાસ્ટિક નાં પાઈપો નાંખવાની કામગીરી તાલુકા મથક માંગરોળ ખાતેથી શરૂ કરવામાં આવી છ