ફરી એકવાર જાગૃત નાગરીકે નિઝર તાલુકાના વેલ્દા ગામમાં વિવિધ યોજના અંતર્ગત થયેલ લાખો રૂપિયાનાં ભ્રષ્ટ્રાચારની તપાસ કરવા માંગ કરી
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) :નિઝર તાલુકાના વેલ્દા ગામના જાગૃત નાગરિક વિજયભાઈ લક્ષ્મણભાઈ પાડવીએ તારીખ:૩૦/૬/૨૦૨૦નાં રોજ જે તે વર્ષના યોજનામાં થયેલ ભ્રષ્ટ્રાચારની તપાસ કરવામાં આવે એવી માંગો સાથે તાલુકા વિકાસ અધિકારીશ્રી નિઝરને લેખિતમાં રજુઆત કરી છે. ૧૪માં નાણાપંચ હેઠળ ગ્રામપંચાયત દ્વારા વિલેજ ડેવલપમેન્ટ પ્લાન બનાવવાનો થાય છે. સંતુલિત આયોજન માટે સેકટરવાર બાંધકામને લગતા કામો ૬૦%, સામાજિક સેવા (શિક્ષણ-બાળ વિકાસ )૨૦%, અને સામુહિક સંપત્તિના મરામતના ૨૦% પ્રમાણે તે કામો થયેલા નથી? અને ફક્ત બાંધકામને લગતા કામોને જ પ્રાધાન્ય આપવવામાં આવેલ છે. છતાં તાલુકા પંચાયત ક્ક્ષાએથી કામની મંજૂરી અને ગ્રાન્ટ નિયમિત ફાળવી દેવામાં આવેલ છે. હલકી ગુણવત્તા વાળી મટિરિયલથી બનેલ વર્ષ: ૨૦૧૬/૧૭માં સી.સી. રસ્તા બનાવવામાં આવેલ હતા. તેજ રસ્તા પર ફરી વર્ષ: ૨૦૧૭/૧૮માં પેવર બ્લોક બેસાડી દેવામાં આવેલ છે. ત્યાર પછી ફરીથી તેજ રસ્તા પર પાછુ સી.સી. રસ્તાનું કામ ૨૦૧૭/૧૮માં બતાવામાં આવેલ છે. (૧) વેલ્દા ગામે મુંડાઆળીમાં આદિવાસી ફળિયામાં સી.સી. રસ્તાનું કામ, વેલ્દા ગામમાં આદિવાસી ફળિયું નથી? (૨) વેલ્દા ગામે ગાંધીનગર ફળિયામાં પેવર બ્લોકનું કામ, આ કામ પણ અધૂરું કરવામાં આવેલ છે. (૩)વેલ્દા ગામે હનુમાન મંદિરથી કૃષ્ણા મંદિર સુધી પેવર બ્લોકનું કામ, સી.સી. રસ્તા ઉપર પેવર બ્લોક બેસાડી દેવામાં આવેલ છે. (૪) વેલ્દા ગામે સહપાલ ફળિયાથી ભવાનીમાતાના મંદિર સુધી સી.સી. રસ્તાનું કામ, સહપાલ ફળિયું નથી. સ્થળ ત આપવામાં આવેલ છે.(૫) વેલ્દા ગામે ચમારહાટી ફળિયામાં આંગણવાળી કેન્દ્ર ૭માં પેવર બ્લોકનું કામ, આંગણવાળીની આગળ ડામર રસ્તા ઉપર પેવર બ્લોક બેસાડી દેવામાં આવેલ છે. (૬) વેલ્દા ગામે સ્ટેટ હાઇવેથી રવિન્દ્ર તબોલીના ઘર સુધી સી.સી. રસ્તાનું કામ અને સ્ટેટ હાઇવેથી ગુમાનસીંગના ઘર સુધી સી.સી. રસ્તાનું કામ, આ રસ્તાઓ પર ખરાબ મટીરીયલ વાપરવામાં આવેલ છે. હાલમાં આ રસ્તા ઉપર કપચી નીકળી આવી છે. (૭) વેલ્દા ગામે મેડિકલથી કૃષ્ણા મંદિર સુધી પેવર બ્લોકનું કામ, સી.સી. રસ્તા ઉપર પેવર બ્લોક બેસાડી દેવામાં આવેલ છે. (૮) વેલ્દા ગામે ગ્રામપંચાયતમાં પેવર બ્લોકનું કામ, આ કામ પૂર્ણ એક વખત બતાવામાં આવેલ છે. પરંતુ હજુ બીજી વખત એજ કામ વેલ્દા ગ્રામપંચાયતમાં પેવર બ્લોકનું કામ, આ કામની રકમ ગઈ ક્યા? ૧૪માં નાણાપંચ યોજના,૧૫%વિવેકાધિન જોગવાઈ યોજના, ATVT યોજના, ટી.એસ.પી. યોજનાઓમાં ખુલેઆમ હાલના સરપંચ કિશન કન્યા પાડવીએ ભ્રષ્ટ્રાચાર કર્યો છે. જેમ કે સી.ડી. વર્કનું કામ, સંરક્ષણ દિવાલનું કામ, સી.સી.રસ્તાનું કામ, પેવર બ્લોકનું કામ વગેરોમાં ભ્રષ્ટ્રાચાર થયો છે.
વિજયભાઈ જણાવે છે કે વેલ્દા ગામમાં બધી યોજનાઓમાં હાલના સરપંચ કિશન કન્યા પાડવીએ ભ્રષ્ટ્રાચાર કર્યો છે.એવી રીતે સરકારના લાખો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર થયેલ છે. જે ક્ષમાને યોગ્ય નથી, તેથી તપાસ થાય અને હાલના સરપંચ કિશન કન્યા પાડવીને હોદ્દા પરથી દૂર કરવામાં આવે અને સંબધિત વહીવટકર્તાઓ પર કાર્યવાહી થાય એ જરૂરી છે. ગ્રામપંચાયત વેલ્દા દ્રારા બનાવવામાં આવતા સી.સી. રસ્તાઓ, પેવર બ્લોક માત્ર ૬ મહિનામાંજ ખરાબ થઈ જાઈ છે. સિમેન્ટ કે બીજી મટીરિયલની ગુણવત્તા કોઈ અધિકારી ચકસતુ નથી. અને એસ્ટીમેન્ટ પ્રમાણે કરવામાં આવેલ નથી? માત્ર કાગળ પરજ પાકું કામ બતાવી દેવામાં આવે છે. તાલુકા પંચાયતના ઇજિનર તપાસ કરવા માટે આવે છે તો તે ઉંઘમાં કે પછી આંખે પાટા બાંધીને જાઈ છે કે કેમ? એમને રસ્તા ખરાબ છે અને સી.સી. રસ્તા ઉપર પેવર બ્લોક બેસાડી દેવામાં આવેલ છે તે દેખાતૂ નથી? તે પ્રશ્ન તાલુકા પંચાયત નિઝરના અધિકારીઓ ઉપર પણ ઉઠી રહયો છે. ખરે -ખર ભ્રષ્ટ્રાચારમાં જે પણ અધિકારીઓ સામેલ છે. તે અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ જાગૃત નાગરીકોમાં ઉઠી રહી છે. હાલમાં એ જોવાનું રહયું કે તાલુકા વિકાસ અધિકારી તપાસ કરશે કે પછી ભ્રષ્ટ્રાચારીઓનો બચાવ કરશે? એ આવનાર સમયમાં ખબર પડશે.