માંગરોળ પોલીસે કૉંગી કાર્યકરોને ડીટેન્ડ કરી લઈ જવા માટે જિલ્લા પોલીસનીબસ મંગાવી હતી તે ખોટકાઈ પડતાં પોલીસ જીપનો ઉપયોગ કરવો પડ્યો
Contact News Publisher
(નઝીર પાંડોર – માંગરોળ) : આજે તાલુકા મથક માંગરોળ ખાતે કૉંગ્રેસ તરફથી પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ અને ખાદ્યચીજોમાં થઇ રહેલા અસહ્ય વધારાને પગલે રેલી કાઢી, આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ વહીવટીતંત્રે આ માટેની મંજૂરી ન આપી હોવાથી, પોલીસ તરફથી કોગ્રેસી કાર્યકરોને ડીટેન્ડ કરીને લઈ જવા માટે સુરત જિલ્લા પોલીસની ટાટા કંપનીની બસ મંગાવવામાં આવી હતી, આ બસ મોસાલી આવી ગયા બાદ ખોટકાઈ પડતાં પોલીસે ,પોલીસ જીપનો ઉપયોગ કરવો પડ્યો હતો.