પેટ્રોલ – ડિઝલના ભાવ વધારા સામે ડાંગ કોગ્રેસે વિરોધ પ્રદર્શન કરી મામલતદારશ્રીને આવેદનપત્ર સુપ્રત કર્યું
(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : ભાજપની કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના શાસનમાં કેન્દ્ર અને રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ, રાંઘણ ગેસ સહિત જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગ અસહ્ય મોંઘવારીના બોજ હેઠળ ભારે હાલાકી ભોગવી રહ્યો છે. છેલ્લા સતત ૧૯ દિવસ દરમ્યાન ભાજપ સરકારે પેટ્રોલના ભાવમાં રૂપિયા ૮.૬૬ અને ડીઝલમાં રૂપિયા ૧૦.૬૩ નો વધારો કર્યો છે. ઇતિહાસમાં પ્રથમ વખત ડીઝલની કિમત પેટ્રોલ કરતા વધુ થઈ છે. કોવિડ-૧૯ મહામારીના સમયમાં પ્રજા આર્થિક મુશ્કેલીમાં છે એવા સમયે મોંઘવારીનો માર અસહ્ય બનવાનો છે. એક તરફ કોરોના મહામારીને કારણે પ્રજાની રોજગારી બંધ છે. અને સામાન્ય પ્રજા કોરોના મહામારીનો ભાર સહન કરી રહી છે ત્યારે આ ભાજપની સંવેદનશીલ સરકાર દ્રારા પડતા પર પાટુ મારતી હોય તે રીતે છેલ્લા ૧૭ દિવસથી એક સરખા પેટ્રોલ ડીઝલ માં ભાવ વધારાના કારણે ગરીબ અને મધ્યમવર્ગ ની હાલત અતિ દયનીય બની ગય છે. કોરોના ના લીધે કેન્દ્ર અને રાજ્ય સરકાર ની તિજોરી માં અન્ય કરવેરા ની આવક માં ઘટાડો થતાં સરકારે વૈશ્વિક સ્તરે કાચા તેલનો ભાવ ઘટાડો થયો તેનો લાભ આમ આદમી ને આપવાને બદલે તિજોરી ભરવા માટે પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો કરીને મોંઘવારી નામના રાક્ષસને ઉભો કરી દિધો છે. વર્તમાન કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રી ની પ્રજા વિરોધ્ધી નીતિઓ અને સામંતરશાહી વિચારધારા ને લીધે પ્રતિદિન સામાન્ય લોકોની જીવન જરુરિયાતની વસ્તુઓ બેફામ મોધી થઈ રહી છે. કોરોના વૈશ્વિક મહામારીમાં રાંધણગેસ ૨૦ પેટ્રોલ માં રૂ.૮ અને ડીઝલ માં રૂ. ૯ છેલ્લા દસ દિવસમાં બેફામ વધારો થઈ રહ્યો છે. અને આ અસહ્ય મોંઘવારી થી સામાન્ય લોકો ના જીવન પર વિપરીત અસર થઈ રહી છે જે મોંઘવારીને કારણે હાલ પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે પ્રજાજનોને મોંઘવારીના મારથી બચાવવા માટે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી ના આદેશ અનુસાર ડાંગ વઘઇ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો દ્વાર દેશભરમાં કોરોના લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે પેટ્રોલ, ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસી કાર્યકરોએ માસ્ક પહેરી વઘઇ પેટ્રોલ પંપ સોશીયલ ડીસ્ટન નું ખાસ ધ્યાન રાખી ને બેનરો સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી ને પેટ્રોલ ડીઝલના વધેલા ભાવ પાછા ખેંચવા માંગ કરી વઘઇ મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં ગૌતમ પટેલ, સરપંચ મોહન ભોંયે ,તબરેઝ અહેમદ (બબલુ),ગમન ભોંયે, સૂર્યકાન્ત ગાવિત, મુકેશ પટેલ સરવર, દેવા ભાઈ, રમેશ સૂલ્યા, તનવીર ખાન, ઇલ્યાસ પટેલ સહીત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.