ઘણા લાંબા સમય પછી માંગરોળ પંથકમાં વરસાદ પડતાં ખેડૂતો ગેલમાં

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : છેલ્લા ઘણાં લાંબા સમયના વિરામબાદ આજે સવારથી વાદળ છવાયું આકાશ નજરે પડતું હતું, ત્યારબાદ એકાએક વરસાદ શરૂ થયો હતો, વરસાદ શરૂ થતાંજ વાતાવરણમાં ઠડક પ્રસરી જવા પામી હતી, છેલ્લા કેટલાંક દિવસોથી ગરમીનો પારો ખૂબ જ ઉંચે ચઢી ગયો હતો, જેને પગલે પ્રજાજનો, પશુઓ અને પક્ષીઓ ગરમીથી અકળાય ઉઠ્યા હતા, તો બીજી તરફ ખેડૂતોએ પ્રથમ વરસાદ પડ્યાબાદ ખેતરોમાં જે પાકોની વાવણી કરી હતી તે પાકોનું વાવેતર વાવણીબાદ વરસાદ ન પડતાં વાવેતર નિષ્ફળ જવાની ભીતી ઉભી થવા પામી હતી, પરંતુ આજે વરસાદ પડતાં ખેડૂતો પણ ગેલમાં આવી ગયા હતા, જેમ કે જે પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે તે હવે નિષ્ફળ નહીં જાય આમ લાંબા સમયનાં વિરામબાદ તાલુકા મથક માંગરોળ સહીત આસપાસના ગામોમાં આજે વરસાદ પડતાં પ્રજાજનોમાં આનંદની લહેર પ્રસરી છે.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other