વ્યારા તાલુકાનાં લખાલી પીએચસીના મેડીકલ ઓફીસરનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આરોગ્ય વિભાગ તાપી પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ તાપી જીલ્લાના વ્યારા તાલુકાનાં લખાલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મેડિકલ ઓફિસર (ડૉકટર)નો કોરોના રિપોર્ટ આજરોજ પોઝિટિવ આવ્યો હતો, જેેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આ સાથે જીલ્લામાં કુલ 10 કેસ કોરોના પોઝિટિવનાં નોંધાયા છે. જેમા 6 ને સારવાર બાદ રજા આપી દેવાય છે જ્યારે હાલ 4 દર્દીઓ સારવાર હેઠળ છે.