કીમચારરસ્તા થી સુરત તરફ જતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ ઉપર ઘલાં પાટીયા પાસે થયેલો અકસ્માત

0
IMG-20200627-WA0025
Contact News Publisher

(નઝીર પાંડૉર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં કીમચારરસ્તા થી સુરત તરફ જતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર, ઘલાં પાટીયા પાસે, રેતી ભરેલી ટ્રકની પાછળ એક ટેમ્પો ઘુસી જતાં અકસ્માત થયો હતો. ટેમ્પા નાં ચાલકને ટેમ્પમાંથી બહાર કાઢવા માટે આઇ.આર. બી.ની ટીમની મદદ લઇ ટેમ્પા ચાલકને રેસ્કયુ કરી ટેમ્પમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ચાલકને ગંભીર ઇજાઓ થઈ હોય, આઇ.આર. બી.ની એમ્બ્યુલન્સમાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આ અકસ્માત ને લઈ થોડા સમય માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ ઉપરનો ટ્રાફીક જામ થઈ જવા પામ્યો હતો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *