તાપી જિલ્લામાં 26 જુન આંતર રાષ્ટ્રીય ડ્રગ દિવસની ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : 26 જૂન – ડ્રગ એબ્યુઝ અને ઇલેકિટ ટ્રાફિકિંગ સામેનો આંતરરાષ્ટ્રીય દિવસએ ડ્રગના દુરૂપયોગ અને ગેરકાયદેસર ડ્રગના વેપાર સામે યુનાઇટેડ નેશન્સનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. તે 1989 થી વાર્ષિક ધોરણે 26 જૂને મનાવવામાં આવે છે.
તાપી જીલ્લાનાં નશાબંદી અને આબકારી વિભાગ દ્વારા 26 જુન આંતર રાષ્ટ્રીય ડ્રગ દિવસની ઉજવણી સોનગઢ તાલુકાનાં ચીખલી-ભેંસરોટ, વ્યારા તાલુકાનાં બેડકુવા નજીક ગામ તેમજ વ્યારા શહેર ખાતે કરવામાં આવી હતી. શ્રી એસ. આર. વસવા અધિક્ષકશ્રી નશાબંદી અને આબકારી વિભાગ તાપીનાં માર્ગદર્શન હેઠળ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી 26 જુન આંતર રાષ્ટ્રીય ડ્રગ ડે બાબતે નશો નાશ નોતરે છે, નશિલા પદાર્થોથી આપણું, કુટુંબનું, સમાજનું, દેશનું થતું નુકશાન વિશે મહિતગાર કર્યા અને પેમ્ફ્લેટ તેમજ બિસ્કિટ વહેચવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોને નશો નહિ કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી હસમુખભાઈ ચૌધરી તથા સંજયભાઈ ગામીતની ઉપસ્થિતિમાં થયો હતો જેમાં ગ્રામજનોએ પણ ભાગ લીધો હતો .