કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા હવામાન આધારીત કૃષિ સલાહ
સૌજન્ય: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન. કૃ. યુ.- વ્યારા (તાપી)
૧. પાક – કપાસ
પાક અવસ્થા : પાક અંતર અને ખાતર
કૃષિ સલાહ : દક્ષિણ ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તાર-2 માં બિન પિયત વિસ્તારમાં અમેરિકન કપાસ ગુ.ન.કપાસ-26 વાવતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે કપાસનું વધુ ઉત્પાદન અને ચોખ્ખો નફો મેળવવા માટે કપાસનું વાવેતર બે હાર વચ્ચે 120 સેમી અને બે છોડ વચ્ચે 45 સેમી ના અંતરે કરી પ્રતી હેક્ટરે 150 કિલો નાઇટ્રોજન આપવો. નાઇટ્રોજન તત્વ બે સરખા હપ્તામાં એટલેકે 50 ટકા જથ્થો વાવણી વખતે અને 50 ટકા જથ્થો વાવેતર પછી 30 થી 40 દિવસે આપવો.
બિનપિયત સંકર કપાસ માટે:
દક્ષિણ ગુજરાત ઝોન-૨ નાં બીનપિયત વિસ્તારમાં ઉચ્ચ ફોસફરસ વાળી જમીનમાં કપાસ ઉગાડતા ખેડૂતોને આથી ભલામણ કરવામાં આવે છે કે નવો હાઇબ્રિડ, ગુજરાત કપાસ સંકર-૧૨ ને બે હાર વચ્ચેં ૧૨૦ સે.મી અને બે છોડ વચ્ચે ૬૦ સે.મી ના અંતરે વાવેતર કરી હેકટર દીઠ ૮૦ કિ.ગ્રા.નાઇટ્રોજન બ ેથી ત્રણ સરખા ભાગમા જમીનમા જરુરી ભેજ હોય ત્યારે આપવો
૨. પાક : ચોખા
પાક અવસ્થા : જમીન તૈયારી/નર્સરી માવજત
કૃષિ સલાહ : ઘરૂવાડીયા માટે જમીનની તૈયારી:
– રોપણી વિસ્તારના ૧/૧૦ માં ભાગની જમીન ધરૂવાડીયા માટે પસંદ કરી હળથી ઉંડી ખેડ કરી, સમાર મારી ૧ મી. પહોળા ગાદી કયારા બનાવવા. ખેડ કરતી વખતે પૂરતા પ્રમાણમાં છાણીયુ ખાતર/ગળતીયુ ખાતર આપવુ. પસંદ કરેલ જાતનુ જરૂરી/બીજ ખરીદ કરવુ.
– વહેલી પાકતી ડાંગરની જાત એન.વી.એસ.આર-2117 ગુજરાત રાજયમાં સરેરાશ ઉત્પાદન 5566 કિલો/હેકટર આપે છે જે જયા, ગુર્જરી અને જી.એન.આર-3 કરતાં અનુક્રમે ૧૫.૪%, ૯.૮% અને ૨.૨% વધુ ઉત્પાદન આપે છે તેમજ જી.એન.આર-3 કર્તા ૮ દિવસ વહલી પાકે છે.
૩. પાક : તુવેર
પાક અવસ્થા : જાતની પસંદગી
કૃષિ સલાહ : વહેલી પાકતી તુવેરની જાત જી.ટી-૧૦૫ (જાનકી) ગુજરાત રાજયમાં સરેરાશ ઉત્પાદન ૧૮૨૯ કિલો/હેકટર આપે છે જે જી.ટી-૧૦૫, જી.ટી-૧૦૩, ઉપાસ૧૨૦ અને પી૯૯૨ કરતાં અનુક્રમે ૧૪.૮%, ૧૩.૬%, ૨૭.૫% અને ૧૭.૮% વધુ ઉત્પાદન આપે છે.
૪. પાક : લણણી પછી, સંગ્રહ અને ખેત પેદાશોનું માર્કેટિંગ
પાક અવસ્થા : લણણી પછીનું સંચાલન
કૃષિ સલાહ : – ફાર્મ કક્ષાએ સૂકવણી, થ્રેશિંગ, વિનોઉનિંગ, સફાઇ, ગ્રેડિંગ, સોર્ટિંગ અને પેકેજીંગ કામગીરી કરતી વખતે, રક્ષણાત્મક માસ્ક પહેરવાથી, એરોસોલ્સ અને ધૂળના કણો સામે મદદ મળી રહે તેમજ શ્વસનમાં પડતી મુશ્કેલી રોકી શકાઈ છે.
– ખેતર/ઘરે રહેલા અનાજ, બાજરી, કઠોળનો સંગ્રહ કરતા પહેલા યોગ્ય સૂકવણીની ખાતરી કરો અને જીવાતનો ઉપદ્રવ અટકાવવા માટે પાછલા સીઝનમાં જ્યુટ બેગનો ફરીથી ઉપયોગ ન કરો.
– ૫% લીમડાના સોલ્યુશનમાં પલાળીને પછી ટ્રીટ કરેલી અને સુકા ગની બેગનો ઉપયોગ કરો.
– ખેડુતોને પૂરતી સંખ્યામાં અથવા નજીકના કોલ્ડ સ્ટોરેજ/ગોડાઉન/ વેરહાઉસોમાં ઉપલબ્ધ ઉત્પાદન એવા શણ બેગમાં ખેતર પેદાશોના સંગ્રહ માટે પૂરતી પૂર્વ સાવચેતીઓ લેવી જરૂરી છે.
– ફાર્મ પેદાશોના લોડિંગ અને પરિવહન માટે અને માર્કેટ યાર્ડ્સ/હરાજી પ્લેટફોર્મ પર વેચાણમાં ભાગ લેતી વખતે વ્યક્તિગત સલામતીના પૂરતા પગલા લેવા.
૫. મુખ્ય પાક : સેંદ્રિય પ્રવાહી ખાતર (નોવેલ નોરોજી)
પાક અવસ્થા : ફૂલ અને ફળ અવસ્થા
કૃષિ સલાહ : કેળના થડ માથી બનાવેલ સેંદ્રિય પ્રવાહી ખાતર:
ઉત્પાદક અને વિક્રેતા: નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી
– સંપૂર્ણ સેંદ્રિય પ્રવાહી ખાતર છે.
– નાઇટ્રોજન, ફોસ્ફોરસ, પોટાશ ઉપરાંત સૂક્ષ્મતત્વો અને વૃદ્ધિવર્ધક પણ ધરાવે છે. – જુદા જુદા પાકમાં ફૂલ અને ફળ આવવાની અવસ્થા એ છંટકાવ કરવાથી ઉત્પાદનમાં વધારો થાઈ છે.
૬. મુખ્ય પાક : અડદ
પાક અવસ્થા : જાતની પસંદગી
કૃષિ સલાહ : અડદની જાત જી.યુ–૩ (અંજની) ગુજરાત રાજયમાં સરેરાશ ઉત્પાદન ૯૩૪ કિલો/હેકટર આપે છે. જે અન્ય જાતો જી.યુ-૧ અને ટી-૯ કરતાં અનુક્રમે ૧૧.૧%, અને ૧૫.૯% વધુ ઉત્પાદન આપે છે. આ નવી જાત ૯૫-૧૦૦ દિવસમાં પાકી જાય છે તે અનિયંત્રિત વૃદ્ધિ ધરાવતી અને મધ્યમ કદના ચળક્તા કાળા રંગના દાણા ધરાવે છે. આ જાત ની ઉત્પાદકતા વધારે છે તેમજ પીળા પંચરંગીયા રોગ સામે પ્રતિકારક્તા ધરાવે છે. અડદની જાત જી.યુ–૩ (અંજની) ને ચોમાસુ અને ઉનાળુ ઋતુમાં વાવેતર માટે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભલામણ કરવામાં આવે છે.