તાપી જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં ભૂલકાઓ માટે વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજાઈ

0
તાપી જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં ભૂલકાઓ માટે વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજાઈ
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 13. – તાપી જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના સર્વાંગી વિકાસ અને રમત સાથે જ્ઞાન આપવાના અભિગમ સાથે પ્રકૃતિ આધારિત વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ચાપાવડી-૨ કેન્દ્ર ખાતે બાળકો માટે ‘પાંદડાનું ચીટક કામ’ પ્રવૃત્તિ યોજાઈ હતી, જેમાં ભૂલકાઓએ વિવિધ પાંદડાઓ ગોઠવીને પુસ્તકમાં આકર્ષક આકૃતિઓ બનાવી પોતાની સર્જનાત્મકતા ખીલવી હતી. આ સાથે જ મેધા-૨ કેન્દ્રના બાળકોને પરિસરમાં પ્રત્યક્ષ રીતે ‘છોડની ઓળખ’ કરાવી વનસ્પતિના વિવિધ ભાગોની સમજ આપવામાં આવી હતી.

બીજી તરફ, મલગદેવ-૧ કેન્દ્રમાં બાળકોને કુદરતી વાતાવરણમાં ‘છોડની ઉગવાની પ્રક્રિયા’ વિશે ખૂબ જ રસપ્રદ અને પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી, જ્યાં બાળકોએ જાતે છોડને પાણી પાવાનો જીવંત અનુભવ મેળવ્યો હતો. આંગણવાડીના કાર્યકર બહેનોના ઉત્સાહપૂર્ણ માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં નાનપણથી જ પર્યાવરણ અને કુદરત પ્રત્યે પ્રેમ તેમજ જાગૃતિ કેળવવાનો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other