તાપી જીલ્લાના અંદાજે ૨૦૦૦ જેટલા ચિટફંડ પિડિતોની અરજીઓ EAEMએ જીલ્લા કલેક્ટરને રજૂ કરી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): સમગ્ર ગુજરાતમાં થયેલાં ચિટફંડ કૌભાંડોના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. એક તરફ કોરોનાનો વાર અને બીજી તરફ ચિટફંડ કંપનીઓનો માર સહન કરતા ગુજરાતના નાગરિકોની વ્હારે કટિબદ્ધતા સાથે એક આવાજ એક મોર્ચા સંગઠન આવીને ઊભું છે. જેનો પડઘો આજે તાપી જીલ્લામાં જોવા મળ્યો હતો. એક અવાજ એક મોર્ચા સતત લાંબા સમયથી ચિટફંડ પિડિતોના પક્ષમાં અર્થાત વિવિધ લોભામણી લાલચ આપી નાગરિકોની બચત લુંટી જનાર કંપનીઓ સામે લડત ચલાવી રહ્યું છે. જે બાબતે અનેક ફરિયાદો અને કાર્યવાહીઓ કરવામાં આવી છે. સરકાર તરફથી પણ અનેક કંપનીઓની સંપત્તિ જપ્ત કરી લોકોને ન્યાય મળે તે માટે કાર્યવાહી કરી છે. પરંતુ હજું સુધી કોઈ પણ કંપનીના પિડિતોને નાણાં પરત મળ્યા હોય તેવું કોઈ ઉદાહરણ આપણી સમક્ષ નથી. એક અવાજ એક મોર્ચા દ્રારા રુબરુ મુલાકાત થકી ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી વિજય રુપાણી તથા ગ્રુહ મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ આદિજાતિ મંત્રીશ્રી ગણપત વસાવા નાઓનું પણ સમગ્ર મુદ્દે ધ્યાન દોરેલ હતું. જે બાબતે સકારાત્મક પરિણામ મળે તેમ સંવાદ સ્થાપિત કરવાનો સંગઠન દ્રારા પ્રયત્ન કરવામાં આવ્યો છે.
સાથોસાથ સાથ કંપનીઓ એ જે પિડિતોની લુંટ કરેલ છે તે તમામ નાગરિકો ના નામ સરકારી રેકર્ડ ઊપર લાવવા અર્થે ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯ ના રોજ તાપી જીલ્લાના કલેક્ટરશ્રી આર.જે. હાલાણી સાથે વાતચીત કરી હતી. જે બાદ તમામ પિડિતોને ગામે ગામ ફરી જાગ્રુત કરવાની શરૂઆત કરવામાં આવી હતી. એક આવાજ એક મોર્ચા દ્રારા તાપી જીલ્લાના ૧૬૪ જેટલા ગામોમાં ફરી ફરી ને લોક સંપર્ક કરી અંદાજે ૨૦૦૦ (બે હજાર) જેટલા ચિટફંડ પિડિતોની અરજીઓ તૈયાર કરી હતી. જે તમામ અરજીઓ વધું કાર્યવાહી અર્થે ૨૩ માર્ચ ૨૦૨૦ ના યોજ તાપી જીલ્લા કલેકટરને રજુ કરવા જવાના હતા. પરંતુ કોરોના મહામારી અને લોકડાઊનના કારણે કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો હતો.
કોરોના મહામારી બાદ દેશને થયેલ નુકશાનમાં સૌથી વધું વિકટ સ્થિતિ ચિટફંડ પિડિતોની થઈ રહી છે. પોતાની મહેનત પરસેવાની કમાણી જે કંપનીઓ માં બચત કરી તે કંપનીઓ ફરાર થતા તમામ નાગરિકો ખુબ જ મોટું આર્થિક નુકશાન ભોગવી રહ્યા છે ત્યારે એક અવાજ – એક મોર્ચા એ અનલોક એક બાદ તમામ પિડિતોના હિતમાં ફરી અવાજ મજબુત કર્યો છે. જેના ભાગરુપે આજ રોજ ૨૪ જુન ૨૦૨૦ ના રોજ તાપી જીલ્લાના કલેક્ટર કચેરી ખાતે સંગઠનના અધ્યક્ષ રોમેલ સુતરિયા તથા આગેવાનો પહોચ્યા હતા. જે બાદ જીલ્લા કલેકટર કચેરી ખાતે એક અવાજ એક મોર્ચાના અધ્યક્ષ રોમેલ સુતરિયા, આગેવાનો, ચિટફંડ પિડિતો, તાપી જીલ્લા પોલીસ વડા તેમજ તાપી જીલ્લા કલેકટર શ્રી આર.જે. હાલાણીનાઓ સાથે બેઠક થઈ હતી. જે દરમિયાન ચિટફંડ પિડિતોના હિતમાં રોમેલ સુતરિયા એ રજુઆત કરી હતી તેમજ તાપી જીલ્લાના ૧૬૪ ગામોના પિડિતોની તૈયાર કરેલ અંદાજે ૨૦૦૦ જેટલી અરજીઓ કલેક્ટરશ્રીને વધું કાર્યવાહી અર્થે સુપ્રત કરી હતી. વધું માં એક અવાજ એક મોર્ચાએ ગુજરાત સરકાર કોરપસ ફંડની જાહેરાત કરી તત્કાલીન ચિટફંડ પિડિતોને નાણા પરત કરે તે માટે ભલામણ કરવા રજુઆત કરી હતી. જે નાણાં સરકાર કંપનીઓ પાસેથી વસુલ કરે તો સરકારશ્રીને કોઈ નુકશાન થાય તેમ નથી તેમ કહી ચિટફંડ પિડિતોને ન્યાય કરવા ઓરિસ્સા અને બંગાળ જેવા રાજ્યો કોરપસ ફંડ ની જાહેરાત કરી ચુક્યા છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
જીલ્લા કલેકટર શ્રી તથા જીલ્લા પોલીસ વડાએ તમામ પિડિતોને જોગવાઇ અનુસાર વહેલી તકે ન્યાય મળે તે માટે જરૂરી કાયદાકીય પગલા ભરવા સંગઠન ને બાંહેધરી આપી છે. સંગઠન દ્રારા હજું વધું ચિટફંડ પિડિતોના નામ સરકારશ્રી ના રેકર્ડ ઊપર લાવી શકાય તે માટે નાગરિકોને જાગ્રુત થવા માટે અપીલ કરી છે. એક અવાજ એક મોર્ચા તાપી જીલ્લા સિવાયના જીલ્લાઓમાં પણ સમાંતર પ્રક્રિયાઓ શરું કરી છે ત્યારે ચિટફંડ પિડિતોને ન્યાય મળશે તેમ પિડિતો આશા સેવી રહ્યા છે. હવે જોવાનું તે રહે છે કે સંગઠન દ્રારા કરવામાં આવતા પ્રયત્નો થી ચિટફંડ પિડિતો જો જાગ્રત થાય તો લાખો ની સંખ્યામાં નાગરિકો ભોગ બન્યા છે સંગઠિત થશે અને આ બાબતે અભિયાન મજબુત બનશે તો સરકાર એક અવાજ એક મોર્ચાની માંગણીઓ તથા ચિટફંડ પિડિતોના હિતમાં શું નિર્ણય કરે છે તે બાબતે સહુ કોઈ નું ધ્યાન રહેલું છે. ભુતકાળમાં તાપી જીલ્લામાં વ્યારા સુગર ફેક્ટરીના પિડિત આદિવાસી ખેડુતોના ફેક્ટરીમાં ડુબેલા નાણા લડત ચલાવી પરત કરાવવામાં રોમેલ સુતરિયાની મહત્વની ભુમિકા રહી હતી જે સફળ આંદોલન બાદ ચિટફંડ પિડિતોએ તેમને રજુઆત કરતા આ મુદ્દે લડત શરું થઈ હતી જેથી તાપી સુગર ના સફળ આંદોલન ના કારણે તમામ નાગરિકોનો એક અવાજ એક મોર્ચાને સહયોગ મળી રહ્યો છે ત્યારે સરકાર શું કાર્યવાહી કરે છે તે હવે જોવું રહ્યું.