માંગરોળ તાલુકા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા અને મોઘવારી પ્રશ્ને ધરણાંનો યોજેલો કાર્યક્રમ

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી આજે, માંગરોળ મામલતદાર કચેરી ખાતે પેટ્રોલ-ડીઝલ માં સતત થઈ રહેલા ભાવ વધારા પ્રશ્ને વિવિધ સુત્રો વાળા બેનરો સાથે ધરણાંનો કાર્યક્રમ યોજ્યો હતો. જો કે કોગ્રેસીઓએ આ ધરણાં નાં કાર્યક્રમની મંજૂરી ન લેતા, માંગરોળ પોલીસ મથકનાં પી.એસ.આઇ. પરેશ એચ.નાયી પોલીસ કાફલા સાથે આવી પોહચ્યા હતા અને ધરણાં ઉપર બેઠેલા કાર્યકરોને ઉઠી જવા જણાવ્યું હતું, ન ઉઠશો તો ડિટેઇન્ડ કરવામાં આવશે, આ સમયે માંગરોળ નાં મામલતદાર મંગુભાઈ વસાવા પણ આવ્યા હતા એમણે પણ ઉઠી જવાનું કહેતા આખરે એક કલાકને બદલે અર્ધો કલાકમાં કાર્યક્રમ સમેટી લીધો હતો, આ કાર્યક્રમમાં રમણભાઈ ચૌધરી, સામજીભાઇ ચૌધરી, સાહબુંદીન મલેક, રૂપસિંગભાઇ ગામીત, બાબુભાઇ ચૌધરી, મોહમદ જે.પી. સહીત કાર્યકરો હાજર રહ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *